Amul દૂધના ભાવમાં હાલમાં કોઇ વધારો કરવામાં નહિ આવે : આર.એસ. સોઢી

|

Apr 08, 2022 | 11:35 PM

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ. ડી. આર. એસ. સોઢીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હાલ દૂધના ભાવમાં કોઇ વધારો કરવામાં આવશે નહિ. તેમજ જરૂર હતી એટલે જ એક મહિના પૂર્વે ભાવના વધારો કરવામાં આવ્યો હતો. હાલના સંજોગોમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઇ જરૂર નથી. આ દરમ્યાન ગુરૂવારે અમૂલે બટરના ભાવમાં વધારો કર્યો છે.

Amul દૂધના ભાવમાં હાલમાં કોઇ વધારો કરવામાં નહિ આવે : આર.એસ. સોઢી
Amul Milk Price

Follow us on

ગુજરાત(Gujarat)અને સમગ્ર દેશ હાલ મોંઘવારીની માર સહન કરી રહ્યું છે. ઈંધણના ભાવ વધતા હવે ચોતરફથી દેશમાં મોંઘવારી માઝા મુકશે. ગઈકાલે અમૂલના(Amul) દૂધમાં ફરી ભાવવધારો (Price Hike) કરવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. જો કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ. ડી. આર. એસ. સોઢીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હાલ દૂધના ભાવમાં કોઇ વધારો કરવામાં આવશે નહિ. તેમજ જરૂર હતી એટલે જ એક મહિના પૂર્વે ભાવના વધારો કરવામાં આવ્યો હતો. હાલના સંજોગોમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઇ જરૂર નથી. આ દરમ્યાન ગુરૂવારે અમૂલે બટરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળીએ તમામ બટર પેકેટના ભાવમાં વધારો કર્યો છે. અહેવાલ અનુસાર અમૂલનું 100 ગ્રામનું નાનું બટરનું પેકેટ હવે 52 રૂપિયામાં મળશે. આ સિવાય 500 ગ્રામ પેકેટના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પશુપાલકોને 350 કરોડથી વધુ રકમ ચુકવાઈ

અમૂલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડને પાર પહોંચી ગયું છે. અમૂલના વાર્ષિક ટર્ન ઓવરમાં 19 ટકાની વૃદ્ધિ થઈ છે. ગત વર્ષે અમૂલ ડેરીમાં કુલ 131 કરોડ લીટર દૂધની આવક થઈ હતી.જે ચાલુ વર્ષે વધીને 150 કરોડ લીટરે પહોંચી ગઈ છે. તો પશુપાલકોને અંતિમ ભાવની રકમમાં પણ 9.37 ટકાનો વધારો કરાયો છે. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવની ચુકવણી થઈ હતી ચાલુ વર્ષે પશુપાલકોને 350 કરોડથી વધુ રકમ ચુકવાઈ છે.

આ પણ વાંચો :  દાહોદ : PMના કાર્યક્રમને લઇ સરકારી તંત્ર તૈયારીઓમાં જોતરાયુ, 2000 કરોડથી વધુના વિકાસ કાર્યનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો :  Gujarat માં કાળઝાળ ગરમીની શરૂઆત, શનિવારે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:29 pm, Fri, 8 April 22

Next Article