અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 38 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખતી ગુજરાત હાઇકોર્ટ, 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર

| Edited By: | Updated on: Jul 14, 2026 | 2:23 PM

દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંના એક એવા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં, ગુજરાત હાઇકોર્ટે 2223 પાનાનો વિગતવાર લેખિત ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખીને આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના વિગતવાર હુકમમાં નોંધ્યું છે કે, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ સામાન્ય […]

દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંના એક એવા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં, ગુજરાત હાઇકોર્ટે 2223 પાનાનો વિગતવાર લેખિત ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખીને આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે પોતાના વિગતવાર હુકમમાં નોંધ્યું છે કે, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ સામાન્ય ફોજદારી ગુનો નહોતો. દેશને અસ્થિર બનાવવાના હેતુથી રચાયેલા સુનિયોજિત આતંકવાદી ષડયંત્રનો ભાગ હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે હુમલાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર શહેરમાં ભય, અરાજકતા અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું કરવાનો હતો.

ચુકાદામાં હાઇકોર્ટે તપાસ એજન્સીઓની કામગીરીને વ્યાપક, સુનિયોજિત અને વિશ્વસનીય ગણાવી છે. સાથે જ માત્ર આરોપીઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાની દલીલો સ્વીકારવા યોગ્ય નથી તેવી પણ નોંધ લીધી છે. કોર્ટે જણાવ્યું કે, ઉપલબ્ધ પુરાવા, સાક્ષીઓ અને તપાસના આધારે આરોપીઓ સામેના ગુનાઓ સાબિત થાય છે.

ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું કે, આ આતંકવાદી હુમલામાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 240થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાએ સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જ્યો હતો અને સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી હતી.

ગુજરાત હાઇકોર્ટના આ વિગતવાર લેખિત ચુકાદાને આતંકવાદ સામેની કડક ન્યાયિક કાર્યવાહીના મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખતાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશની સુરક્ષા અને નિર્દોષ નાગરિકોના જીવન સામેના આવા ગંભીર ગુનાઓમાં કાયદો કડક વલણ અપનાવશે.

With input Ronak Verma- Ahmedabad

કાનુની સવાલ : કોર્ટ મેરેજ પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, નોંધણી ફક્ત એક રેકોર્ડ છે, હિન્દુ લગ્નમાં 7 ફેરા જરૂરી

Follow Us
Loading...
Unable to load recommendations.