રખડતા શ્વાનને લઈને ગુજરાત હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને કરી ટકોર, શ્વાન કરડે અને જીવ જોખમાય તો જવાબદારી કોની? માણસોના જીવની નથી ચિંતા?

Gujarat High court: રસ્તા પર રખડતા શ્વાનને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરી કે શ્વાન કરડે અને જીવ જોખમાય તો જવાબદારી કોની? જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં લઈ જાઓ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 8:01 PM

જાહેર રસ્તાઓ પર રખડતા શ્વાન મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. આ દરમ્યાન હાઈકોર્ટે પાલતુ શ્વાન પાળવા મુદ્દે મહત્વની ટકોર કરી. હાઈકોર્ટે સવાલ કર્યો કે શું તમને માણસોના જીવની ચિંતા નથી? જો શ્વાન પાળવાનો શોખ હોય તો પાંજરાપોળમાં જાઓ. હાઈકોર્ટે જણાવ્યું કે તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મુકો એ જ ડોગ બીજાને કરડે છે. જો શ્વાન કરડે અને જીવ જોખમાય તો જવાબદારી કોની તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો. શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી બે વ્યક્તિઓની માથાકૂટનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરી.

અમદાવાદ સહિતના શહેરોમાં જાહેર માર્ગો પરથી રખડતા પશુઓને પકડવા આદેશ

હાઈકોર્ટે અગાઉ પણ શહેરના જાહેર માર્ગો પર ઉપરથી રખડતા પશુઓને પકડવા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આમ છતા વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓએ જીવલેણ હુમલો કર્યા બાદ કેટલાક લોકોને તેમનો જીવ ગુમાવવો પડ્યો છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારમાં રોડ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. નવ મહિનામાં મ્યુનિસિપલ તંત્રને રખડતા શ્વાનની 4593 અને રખડતા પશુ અંગે 2885 ફરિયાદ મળી હતી. જેની સામે તંત્રેએ 14,412 રખડતા ઢોર પકડ્યા હતા. આ મુદ્દે વિવિધ પોલીસ સ્ટેશનમાં 675 FIR કરવાની સાથે 1248 કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામા આવી હતી. આ તરફ સુરતમાં રસ્તા પર રખડતા શ્વાને બાળકી પર હુમલો કરતા ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

એપ્રિલ-2022થી ડીસેમ્બર-2022 સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકા તંત્રના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા 14,412 પશુ પકડવામાં આવ્યા હતા. પરંતુ પકડાયેલા પશુઓ પૈકી પશુપાલકોએ માત્ર 1,432 પશુઓ જ છોડાવ્યા હતા. જે કુલ પકડાયેલા પશુઓના માંડ 10 ટકા જેટલા છે. તંત્ર દ્વારા કુલ 74 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. રખડતા શ્વાનની વાત કરીએ તો છેલ્લા 9 મહિનામા તંત્ર તરફથી નિયત કરવામા આવેલી સંસ્થાઓ દ્વારા 34,249 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">