AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત હાઇકોર્ટને RDX ની ધમકી આપનાર ચેન્નઈથી પકડાયો, NDPS કેસના આરોપીએ મોકલ્યો હતો 'ઈ-મેઈલ' - જુઓ Video

Breaking News: ગુજરાત હાઇકોર્ટને RDX ની ધમકી આપનાર ચેન્નઈથી પકડાયો, NDPS કેસના આરોપીએ મોકલ્યો હતો ‘ઈ-મેઈલ’ – જુઓ Video

| Updated on: Sep 07, 2026 | 6:15 PM
Share

ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બ ધમકી આપવાના ઈ-મેઈલ મામલે સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. ચેન્નઈથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી NDPS ગુનામાં સંડોવાયેલો હતો અને તે કેસમાં પકડાયા બાદ કોર્ટને ધમકાવવા માટે ઈ-મેઈલ મોકલ્યો હતો. સાયબર ક્રાઈમ ટીમ વધુ તપાસ કરી રહી છે.

અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બ ધમકી આપવાના ઈ-મેઈલ મામલે સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. આ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલનાર એક આરોપીની ચેન્નઈથી ધરપકડ કરવામાં આવી છે.

શનિવારે ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટર્ડ ઈ-મેઈલ પર બોમ્બ અને RDX ની ધમકી આપતો મેઈલ મળ્યો હતો. આ ઈ-મેઈલ મળ્યા બાદ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

ત્યારબાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી અને ઈ-મેઈલ મોકલનાર સામે ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ ઈ-મેઈલ ચેન્નઈના એક સાયબર કેફેમાંથી મોકલવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમની ટીમ ચેન્નઈ પહોંચી અને ઈ-મેઈલ કરનાર આરોપીને ઝડપી પાડ્યો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલ આરોપી અગાઉ NDPSના ગુનામાં સંડોવાયેલો છે. NDPS કેસમાં પકડાયા બાદ તેણે કોર્ટને ધમકાવવાના ઈરાદે આ ઈ-મેઈલ કર્યો હોવાનું મનાય છે. સાયબર ક્રાઈમ ટીમ આરોપીને અમદાવાદ લાવી વધુ પૂછપરછ કરી રહી છે અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચલાવી રહી છે.

ISRO નું ખાનગીકરણ નહીં થાય… હવે નવા અને ખાસ મિશન પર રહેશે ધ્યાન, સંસ્થાએ કરી ‘મોટી સ્પષ્ટતા’ – જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">