Gujarat માં શિક્ષકોની 8 કલાકની નોકરીનો પરિપત્ર સરકારે રદ કર્યો

ગુજરાતભરના શિક્ષકોએ મોટાપાયે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ બાદ સરકારને પરિપત્ર કરવો પડ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે અગાઉના સમય પ્રમાણે જ શિક્ષકો કામ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 4:44 PM

ગુજરાત(Gujarat) માં પ્રાથમિક શાળાના શિક્ષકો(Teachers) ની 8 કલાકની નોકરીનો પરિપત્ર(Notification)  સરકારે રદ કર્યો છે.સીએમ વિજય રૂપાણીની(Vijay Rupani) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે.

આ મામલે ગુજરાતભરના શિક્ષકોએ મોટાપાયે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ બાદ સરકારને પોતાનો પરિપત્ર રદ  કરવો પડ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ  ચૂડાસમાએ કહ્યું કે- અગાઉના સમય પ્રમાણે જ શિક્ષકો કામ કરશે.

6 કલાકની શિક્ષકોને ડ્યુટીને 8 કલાક કરવાના સરકારના નિર્ણય સામે શિક્ષણ સંઘે ભારે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરી શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો હતો. સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રનો વિરોધ કર્યો હતો.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણપ્રધાન, શિક્ષણ સચિવ, નિયામકને આ મામલે આવેદનપત્ર આપવામાં આપ્યું હતું. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી હતી. તેમજ જો આગામી દિવસમાં માંગણી ના સ્વીકારાય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાતમાં  શિક્ષક હિતમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

જેના પગલે સરકારે આખરે આઠ કલાક કામ કરવાના પરિપત્રને રદ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : Gujarat : રાજ્યના 4 પર્યટનસ્થળોનો PPP ધોરણે વિકાસ કરાશે, કેન્દ્રીય પર્યટન મંત્રાલયની મંજૂરી

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ પંથકમાં મેઘમહેર

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">