ગુજરાત સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દાને ઉકેલવા સમિતિ બનાવશે

ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સાથે મિટિંગમાં ગ્રેડ પે, એસઆરપીને સ્થાયી કરવા, લોક રક્ષકને પાંચ વર્ષ બાદ કાયમી ગણવા, યુનિયન બનાવવા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કમિટીની રચના બાદ આ મુદ્દે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)મુદ્દાને લઇને રાજ્ય સરકારે કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે પોલીસ પરિવાર અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી(Harsha Sanghvi)વચ્ચે ગ્રેડ પે પગાર સહિત છ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ પ્રશ્નોને લઇને ચર્ચા કરવાની રાજ્ય સરકારે બાંહેધરી આપી છે.

તેમજ આ અંગે જણાવતા પોલીસ પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે અમારી ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ છે. તેમજ આ અંગે તેમણે અમને સાંભળ્યા છે. તેમજ આ અંગે સમિતિ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે તેમણે જણાવ્યું કે કોઇપણ અધિકારીએ અમને ધમકી આપી નથી. અમે તેમને રજૂઆત કરી હતી. અમે આ મિટિંગમાં ગ્રેડ પે, એસઆરપીને સ્થાયી કરવા, લોક રક્ષકને પાંચ વર્ષ બાદ કાયમી ગણવા, યુનિયન બનાવવા, કમિટીની  રચના બાદ બહેનોને સાથે રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

આ ઉપરાંત અમે કોઇ પક્ષ સાથે જોડાયેલા નથી. તેમજ અત્યારે ખોટા સ્ટેટ્સ મૂકીને સોશિયલ મીડિયા પર આ આંદોલનને ખોટો વેગ આપવામાં આવ્યો હતો. તેમજ અમારું સાચું આંદોલન બીજી બેઠક સુધી ચાલુ રહેશે.

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પેને(Police Grade Pay) લઈને ઉભા થયેલા આંદોલનના પગલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghvi)અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક મળી હતી . આ બેઠકમાં ગ્રેડ-પે અંગે ચર્ચા થઇ હતી. તેમજ પોલીસ પરિવારોએ પોતાની માંગ રજૂ કરી હતી. ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ તેમની રજૂઆતોને સાંભળી હતી. તેમજ આ અંગે વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની પણ બાંહેધરી આપી હતી.

આ પણ વાંચો : Surat: દિવાળી પહેલા સુરત રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, કોર્પોરેશન પણ રોશની પાછળ કરશે 20 લાખ સુધીનો ખર્ચ

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસો વધીને બમણા થયા, 18 દર્દીઓ સાજા થયા, જાણો ક્યાં કેટલા કેસ આવ્યાં

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati