Ahmedabad ના નિકોલમાં નોંધાયેલા પાટીદાર આંદોલન સમયના વધુ એક કેસને પરત લેવા સરકારે અદાલતમાં અરજી કરી
નિકોલ(Nikol) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ સેશન્સ કોર્ટમાંથી પરત ખેંચવા માટે રાજ્ય સરકારે અરજી કરી છે. નિકોલમાં કુલ 8 લોકો વિરૂદ્ધ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવા મામલે ગુનો નોંધાયો હતો. આ પૂર્વે રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 10 કેસ પરત ખેંચ્યા હતા.
ગુજરાત(Gujarat)સરકારે પાટીદાર અનામત આંદોલન (Patidar Reservation Agitation)સમયે નોંધાયેલા કેસમાંથી વધુ એક પરત ખેંચવાની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેમાં નિકોલ (Nikol)પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ સેશન્સ કોર્ટમાંથી પરત ખેંચવા માટે રાજ્ય સરકારે અરજી કરી છે. નિકોલમાં કુલ 8 લોકો વિરૂદ્ધ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવા મામલે ગુનો નોંધાયો હતો. આ પૂર્વે રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 10 કેસ પરત ખેંચ્યા હતા. પાટીદાર સમાજના અગ્રણી જેરામ પટેલે સરકારના નિર્ણયને વધાવ્યો હતો. તો પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ કહ્યું સરકારે કેસ પરત ખેંચ્યા તે સારી બાબત છે. પરંતુ હજી 140 જેટલા કેસમાં યુવાનો, મહિલાઓ મુદત ભરી રહ્યાં છે. આ તમામ કેસ પરત ખેંચવાની સાથે જ પાટીદાર શહીદ પરિવારના યુવાનને નોકરી મળવી જોઈએ. તો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે સરકારે લોલીઆપ આપવાને બદલે તમામ કેસ પરત ખેંચવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનના 10 કેસ પરત ખેંચવા મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે 9 કેસ તો આનંદીબેન પટેલની સરકારે જ પરત લેવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકાર પાટીદારો સામેના તમામ કેસ પરત નહીં ખેંચે તો 23 તારીખના વિરોધના કાર્યક્રમ યથાવત રહેશે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સમાજના આગેવાનો પર કટાક્ષ કરતા કહ્યું કે સરકારને અભિનંદન આપતા પહેલા કેસની યાદી જાણી લેવાની જરૂર હતી.
આ પણ વાંચો : જામનગરઃ આધુનિક સરકારી મોડેલ સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ
આ પણ વાંચો : Ahmedabad : 11 વર્ષના 2 જૈન દીક્ષાર્થી મુમુક્ષુઓએ ફાયર સર્વિસનું ગૌરવ વધાર્યું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો