Breaking News: ચૂંટણી ટાણે જ પક્ષપલટાનો ખેલ… સેજલ ગોહેલે 12 વાગ્યે કોંગ્રેસનો ખેસ પહેર્યો, 2 વાગ્યે ફરી ભાજપમાં ઘરવાપસી
ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજનીતિમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલ બપોરે 12 વાગ્યે ભાજપમાં અસુરક્ષા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે, આ પક્ષપલટો માત્ર 2 કલાક જ ટક્યો હતો અને તેઓ ફરીથી ભાજપમાં પરત ફર્યા હતા.
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલ બેન ગોહેલનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. બપોરે 12 વાગ્યે સેજલ ગોહેલ ભાજપમાં અસુરક્ષા હોવાના આક્ષેપ સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
જો કે, આ પક્ષપલટો લાંબો સમય ટક્યો નહીં અને માત્ર 2 જ કલાકમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી ફરી ભાજપમાં ઘરવાપસી કરી હતી. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે, આ કિસ્સામાં કોંગ્રેસે કાચું કાપ્યું છે, જ્યારે ભાજપે પ્રેશર ટેક્નિક અપનાવીને પૂર્વ કોર્પોરેટરને પરત લાવવામાં સફળતા મેળવી છે.
Breaking News: ઢોંસા ખાધા અને બે માસૂમોના મોત થયા ! ચાંદખેડામાં ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગનો પરિવારે લગાવ્યો ગંભીર આરોપ
Follow Us
