Gujarat Election: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું રાજકોટ ઍરપોર્ટ પર CMની ઉપસ્થિતિમાં કરાયુ ભવ્ય સ્વાગત, નડ્ડાએ કાર્યકરોમાં ભર્યો જીતનો હુંકાર

Gujarat Election: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટની મુલાકાતે છે. રાજકોટ ઍરપોર્ટ પર ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઍરપોર્ટથી નડ્ડા સીધા રેસકોર્સ ગ્રાઉન્ડ પર આયોજિત સભા સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકરોમાં જીતનો હુંકાર ભર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 6:44 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટ (Rajkot)ની મુલાકાતે છે. ઍરપોર્ટ પર જેપી નડ્ડા (JP Nadda)નું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઍરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ(BJP)ના પ્રદેશ પ્રમુખ સી. આર .પાટીલ પણ તેમને રિસિવ કરવા પહોંચ્યા હતા. ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા ઉપસ્થિત સહુ દિગ્ગજોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. નડ્ડાના સ્વાગતમાં પરંપરાગત રાસ ગરબાની રમઝટ જામી હતી. પરંપરાગત છત્રી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ઍરપોર્ટથી સીધા તેઓ સભા સ્થળ પર જવા રવાના થયા હતા. જેપી નડ્ડાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. ઍરપોર્ટથી સીધા તેઓ સભા સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. અહીં ગુજરાતભરના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમણે સંબોધ્યા હતા.

આગામી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોનું ગણિત શું છે? તેમજ આવનારી ચૂંટણીમાં આ ગણિત કેટલુ ભાજપ તરફી રહેશે તેમજ કઈ કઈ અડચણો આવી શકે તે તમામ બાબતે મંથન પણ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અહીંથી પ્રચારનું બ્યૂગલ ફુંક્યુ છે. નડ્ડાએ કહ્યું, ભાજપ ન માત્ર લોકસભા, વિધાનસભા પરંતુ નગરપાલિકાઓ પણ જીતે છે. 2,720 નગરપાલિકાની બેઠકોમાંથી ભાજપે 2085 બેઠકો જીતી છે.

જ્યારે તાલુકા પંચાયતોની 3,581 બેઠકો ભાજપે જીતી છે. દરેક ચૂંટણીમાં ભાજપની જીત પાછળ લાખો- કરોડો કાર્યકરોની મહેનત દેશના ખૂણેખૂણે દેખાય છે. આ જ રસ્તે ભાજપ ચાલશે તો કયારેય અટકશે નહીં. વધુમાં નડ્ડાએ કહ્યું, ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમમાં પણ ભાજપને જનાદેશ મળે છે. મણિપુર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, લેહ-લદ્દાખ અને કર્ણાટકમાં પણ ભાજપ જીત્યું છે. જનતાના આશીર્વાદ ભાજપને હંમેશા મળતા રહ્યા છે.

નડ્ડાએ કાર્યકરોને આગામી ચૂંટણી પહેલા નવા જોમ અને જુસ્સા સાથે તૈયારીઓમાં લાગી જવા આહ્વાન કર્યુ હતુ. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે જે પડકારો છે તે પડકારો સામેનો એક ગુરુમંત્ર જેપી નડ્ડાએ કાર્યકરોને આપ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">