Gujarat Election 2022 : વિરમગામમાં મત આપતો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે જેમા બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં અમદાવાદના વિરમગામમાં મત આપતો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 4:13 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે જેમા બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં અમદાવાદના વિરમગામમાં મત આપતો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મતદાન મથકમાં મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં કોઈ શખ્સ અંદર મોબાઈલ લઈ ગયો અને વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોરને મત આપ્યાનો વીડિયો વાયરલ કર્યો છે.

આ ઉપરાંત વિરમ ગામમાં બોસ વોટિંગ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહિલા મતદારનું વોટિંગ કોઈ અન્ય વ્યક્તિ કરી ગયું હોવાનો આરોપ લાગ્યો હતો. વિરમગામની ધર્મ જીવન વિદ્યા નિકેતન શાળામાં બનાવાયેલા બૂથમાં આ ઘટના બની હોવાનુંસામે આવ્યું હતું. ચૂંટણી અધિકરીએ મહિલાને આ અંગે જાણ કરતા મતદાતા મહિલાએ બોગસ વોટિંગનો આરોપ મૂકીને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત ચૂંટણી 2022: કુલ 2 કરોડ 51 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થવાનું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાનો જંગ ખેલાવાનો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.

બીજા તબક્કાના  ઉમેદવાર

બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">