ગુજરાત ચૂંટણી 2022: સી આર પાટીલે છોટાઉદેપુરની લીધી ઓચિંતી મુલાકાત, તમામ બેઠકોના ઉમેદવારો સાથે કરી ચૂંટણીલક્ષી ચર્ચા

Gujarat Election 2022: રાજ્યમાં બીજા ચરણના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર. પાટીલે અચાનક છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 6:18 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5મી ડિસેમ્બરે બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન યોજાવાનું છે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અચાનક છોટા ઉદેપુરના ભાજપ જિલ્લા કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે કાર્યકર્તા અને સ્થાનિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી તો પ્રથમ તબક્કાના મતદાન અંગે તેમણે કહ્યું કે 2017 કરતા કુલ મત વધારે પડ્યા છે, આદિવાસી વિસ્તારમાં 10 લાખ વોટ વધુ પડ્યા, ભાજપ મોટા માર્જીનથી જીતી રહ્યું છે.

આ તકે પાટીલે જણાવ્યુ કે ચૂંટણી હોય અને પાર્ટીના અધ્યક્ષ એ વિસ્તારમાં ન જાય તો પછી ક્યારે જશે. ભાજપના કાર્યકર્તાઓની તૈયારી, એમણે જે રીતે પ્લાનિંગ કર્યુ છે એ પ્લાનિંગ ઉપર છેલ્લુ અવલોકન કરીને એમની પાસેથી કોઈ સૂચન હોય, એટલા માટે આજે અહીં મુલાકાત કરી છે. પાટીલે વધુમાં જણાવ્યુ કે સમગ્ર ગુજરાતમાં તમામ વિધાનસભા બેઠકોના ઉમેદવારો સાથે તેમણે મુલાકાત કરી છે. એ જ અનુસંધાને આજે અહીં છોટાઉદેપુરમાં આવ્યા છે, તેમ પાટીલે જણાવ્યુ હતુ.

પ્રથમ તબક્કામાં 2017 કરતા વધારે મત પડ્યા- પાટીલ

પહેલા તબક્કામાં ઓછા મતદાન અંગે સી.આર. પાટીલે જણાવ્યુ કે પહેલા તબક્કામાં થયેલા કુલ મતદાનને જોતા એના કુલ વોટ 2017 કરતા વધારે પડ્યા છે. જેમાં લગભગ 10 લાખ જેટલા મત વધુ પડ્યા છે તેમ પાટીલે જણાવ્યુ હતુ. આદિવાસી બેઠકો પર 10 લાખ વોટ વધુ પડ્યા હોવાનું તેમણે જણાવ્યુ છે. તેના કારણે અમને વિશ્વાસ છે કે ભાજપ મોટી લીડ સાથે અનેક બેઠકો જીતશે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">