Gujarat : આવ રે વરસાદ !!! ડાંગ, ભરૂચ અને વડોદરામાં ઝરમર વરસાદ નોંધાયો

Gujarat : આવ રે વરસાદ !!! ડાંગ, ભરૂચ અને વડોદરામાં ઝરમર વરસાદ નોંધાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 1:38 PM

ગુજરાતમાં વરસાદની લોકો ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ભરૂચ અને ડાંગ પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો છે. અને ગત મોડી રાત્રે વડોદરા શહેરમાં પણ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદી મહેર જોવા મળી છે. જેમાં ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડાંગ જિલ્લાના વધઇ ખાતે વરસાદી ઝાપટું પડયું છે. સાથે જ આહવા પંથક સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ નોંધાયો છે. સાપુતારામાં સવારથી ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભરૂચ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ ભરૂચમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ વરસાદ આવતા લોકોને રાહત થઇ છે. સાથે જ શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

તો વડોદરા શહેરમાં મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. રાત્રે પ્રચંડ ગાજવીજ સાથે એક કલાકમાં સવા 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ 2 મિ.મી.થી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે. લાંબા સમયના વિરામ બાદ અને અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદથી શહેર-જિલ્લા વાસીઓએ રાહત અનુભવી હતી.

નોંધનીય છેકે હવામાન વિભાગે જન્માષ્ટમી બાદ સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુજરાતવાસીઓ મેઘરાજાના રિસામણાં દુર થાય તેવી આશા સેવી રહ્યાં છે. કારણ કે વરસાદ ખેંચાતા રાજયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. સાથે જ ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થાય તેવી પણ આશંકા સેવાઇ રહી છે.

 

આ પણ વાંચો : Gujarat : વરસાદ ખેંચાતા સિંચાઇ સહિત પીવાના પાણીની સમસ્યા, ખેતીના પાકને નુકસાનની ભીતિ

આ પણ વાંચો : AHMEDABAD : વિરમગામના કારિયાણા ગામની કેનાલમાં 8 વર્ષથી નથી છોડવામાં આવ્યું પાણી

g clip-path="url(#clip0_868_265)">