ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આ તારીખ સુધી ભરી શકશે બોર્ડના પરીક્ષા ફોર્મ

આ અગાઉ 21 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હતી. તો આ સાથે 27 ડિસેમ્બરથી લેટ ફી લેવાશે જ્યારે 27 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી 3 તબક્કામાં લેટ ફી ભરીને ફોર્મ ભરી શકાશે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 21, 2021 | 10:00 PM

ગુજરાત(Gujarat)  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણદ્વારા ધોરણ 10 (SSC) અને 12ની(HSC)  બોર્ડના પરીક્ષાના  ફોર્મ (Exam Form)  ભરવાની મુદત વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મુદત વધતા વિદ્યાર્થીઓ હવે 26 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. આ અગાઉ 21 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હતી. તો આ સાથે 27 ડિસેમ્બરથી લેટ ફી લેવાશે જ્યારે 27 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી 3 તબક્કામાં લેટ ફી ભરીને ફોર્મ ભરી શકાશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 12 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં. ત્યારે આ વર્ષે 7 લાખથી વધુ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરાયા છે. હજી ત્રણેક લાખની આસપાસ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સના 15 વિષયોના પરિરૂપ જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં સરકારે ધોરણ-9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા પુછવાનો નિર્ણય કર્યો હતો. જેના અનુસંધાને બોર્ડ દ્વારા 15 વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. જેમાં ધોરણ-10માં ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ વિષયનું પરિરૂપ પણ જાહેર કરવામાં આવ્યું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર  કરવામાં આવેલા  પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જ અમલમાં રહેશે તેવી પણ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલશે

આ પણ વાંચો :  GANDHINAGAR : પેપરલીક કેસમાં મોટા સમાચાર, પ્રિન્ટીંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતની અટકાયત

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati