ગુજરાતમાં 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી 8686 ગ્રામ પંચાયતોના ચૂંટણીના પરિણામ આજે વહેલી સવારથી આવવાના શરૂ થયા છે. જો કે આ મતગણતરી મોડી રાત સુધી ચાલશે. કેમ કે હજુ સુધી 3355 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવવાના બાકી છે. તેમજ દરેક તાલુકા મથકે મતગણતરી કરવામાં આવી રહી છે.
જો કે આ વખતે બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવી રહી હોવાથી વાર લાગી રહી છે.તેમજ અમુક સ્થળોએ પુન: મતગણતરીની પણ માંગ થઇ રહી છે. જેના લીધે મોડી રાત સુધી મતગણતરી ચાલશે.
આ દરમ્યાન છોટા ઉદેપુરના સંખેડાના કાવિઠામાં સરપંચ પદ માટે ચૂંટણી લડનાર મોડલ એશ્રા પટેલની હાર થઇ છે.કાવિઠા ગ્રામ પંચાયતના પરિણામમાં સરપંચ તરીકે જ્યોતિ સોલંકીની જીત થઇ છે.મહત્વનું છે કે, મુંબઇની મોડલ એશ્રા પટેલ પર હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જીવથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે.એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગે હરીફ ઉમેદવારે ફરિયાદ નોંધાવી છે.મોડલ એશ્રા પટેલે રવિવારે કાવિઠા ગામની શાળાના બૂથ પર મતદાન કર્યું હતું.
કાવિઠા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડી રહેલી મોડેલ એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાયાના અહેવાલ સામે આવ્યા હતા. કેટલાક દિવસથી એશ્રા પટેલ ખુબ ચર્ચામાં રહી છે. બહુચર્ચિત મોડેલ એશ્રા પટેલ સંખેડાના કાવીઠા ગામે સરપંચ પદની ઉમેદવાર હતી. એશ્રા પટેલ અને તેના પિતા સહિત 12 સામે FIR નોંધાઈ હતી. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. મતદાનના દિવસે મતદાન મથકે બબાલ થઇ હોવાની વાત સામે આવી હતી.
આ પણ વાંચો: CORONA : ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 87 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ
આ પણ વાંચો : Sabarkantha : પેપર લીક કાંડમાં ત્રણ આરોપીને અદાલતે 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા