Gujarat Reservoir : રાજ્યમાં વરસાદથી જળાશયો છલકાયા, 6 ડેમ હાઈ એલર્ટ પર, સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 06, 2026 | 11:58 AM

રાજ્યમાં સતત વરસાદને કારણે ડેમો અને જળાશયો ઝડપથી ભરાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં પાણીની ઉપલબ્ધિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ભારે વરસાદ અને જળાશયોમાં વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ એલર્ટ તથા ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં સક્રિય ચોમાસાને કારણે રાજ્યભરના જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. ભારે વરસાદના પગલે અનેક ડેમોમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાલ રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ 47.72 ટકા પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે 186 જળાશયો 70 ટકા સુધી ભરાઈ ચૂક્યા છે. પાણીની વધતી આવકને પગલે રાજ્યના 6 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત 80થી 90 ટકા ભરાયેલા 7 ડેમ પર એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા અન્ય 7 જળાશયો પર ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ઝોન પ્રમાણે ડેમોમાં પાણીનો સંગ્રહ

રાજ્યના વિવિધ ઝોનમાં પણ પાણીના સંગ્રહમાં વધારો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 39.70 ટકા ભરાયા છે, જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમમાં 50.37 ટકા પાણીનો સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ 35.46 ટકા ભરાયા છે. કચ્છના 20 ડેમોમાં 25 ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયો 33.34 ટકા સુધી ભરાયા છે. રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો જથ્થો સતત વધી રહ્યો છે અને ડેમ હવે અંદાજે 65 ટકા ભરાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત નવા નીરની આવક

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસ વિસ્તારોમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 50,616 ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેના કારણે ડેમની સપાટી વધીને 126.43 મીટર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમના RBPHના બે પાવર હાઉસ કાર્યરત છે, જેના કારણે વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે.

ઉકાઈ ડેમમાં પણ પાણીની જોરદાર આવક

દક્ષિણ ગુજરાતના જીવનદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. હાલ ડેમની સપાટી 309.78 ફૂટ સુધી પહોંચી છે. ડેમમાં 39,548 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે જળસંચયનું સંતુલન જળવાઈ રહે તે માટે ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

વરસાદથી પાણીની ચિંતા દૂર, પરંતુ તંત્ર સતર્ક

રાજ્યમાં સતત વરસાદને કારણે ડેમો અને જળાશયો ઝડપથી ભરાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં પાણીની ઉપલબ્ધિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ભારે વરસાદ અને જળાશયોમાં વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ એલર્ટ તથા ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Gujarat Rain Forecast Today: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, જાણો આજે કયાં જિલ્લામાં અપાયુ રેડ એલર્ટ

Follow Us