છોકરીઓ ક્યાં સુધી સહન કરશે ? સમરસ હોસ્ટેલમાં પીવાના પાણી અને સ્વચ્છતાના ધાંધિયા, માગણીઓ સાથે ધરણાં પર બેઠી વિદ્યાર્થીનીઓ
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ ભોજન, પાણી અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન છે. હોસ્ટેલના ભોજનમાં જીવાત નીકળતી હોવાના અને પાણીની અછતનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થિનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ પ્રાથમિક સુવિધાઓના અભાવથી ભારે હાલાકી ભોગવી રહી છે. ભોજન, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતોને લઈને વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે વારંવાર રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા ગઈકાલે વિદ્યાર્થીનીઓએ પોતાની માગણીઓ માટે ધરણા કર્યા હતા.
વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ, હોસ્ટેલમાં પાણીનો પુરવઠો અત્યંત અનિયમિત છે અને ઘણીવાર પાણીકાપ લાગુ પડે છે. એક જ કલાક માટે પાણી મળતું હોવાથી 1200 જેટલી વિદ્યાર્થીનીઓને પીવાના અને ન્હાવાના પાણી માટે વલખા મારવા પડે છે.
શૌચાલયમાં પણ પાણી આવતું ન હોવાથી સ્વચ્છતાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત, હોસ્ટેલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા પણ અત્યંત ખરાબ હોવાનું અને તેમાં જીવાત નીકળતી હોવાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે.
ગંદકીની સમસ્યા પણ યથાવત રહેતા વિદ્યાર્થીનીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ વહેલી તકે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની અને સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે.
Breaking News : અમરેલીનો ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ : ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે રૂ. 7.5 લાખ ચુકવવા માનવ અધિકાર પંચનો સરકારને આદેશ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

