AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાણીપુરીના ચાહકો સાવધાન! વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ, 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ તોડી પડાઈ, જુઓ Video

પાણીપુરીના ચાહકો સાવધાન! વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ, 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ તોડી પડાઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2026 | 11:44 AM
Share

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ અને અસ્વચ્છ પરિસ્થિતિમાં પાણીપુરીની પૂરીઓ બનાવતા વેપારીઓ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ડી-માર્ટ નજીક આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પૂરીઓ બનાવવાના સ્થળોએ ભારે ગંદકી અને અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું.

પાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરતાં પાણીપુરીની પૂરીઓ બનાવવા માટે 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ ઉભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની ટીમે આ તમામ ચૂલા-ભઠ્ઠીઓને જમીનદોસ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પૂરીઓના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતું અસ્વચ્છ અને હાનિકારક રો-મટિરિયલ પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું.

પાણીપુરી જેવી લોકપ્રિય ખાદ્યચીજનું ઉત્પાદન જો ગંદકીભર્યા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં કરવામાં આવે તો લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમે સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવ્યું હતું.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી જગ્યાઓ પર સ્વચ્છતા જળવાય અને લોકોને આરોગ્યપ્રદ ખાદ્યચીજો મળી રહે તે માટે તંત્ર દ્વારા તપાસ અને કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો- Breaking News : શિક્ષક કે જલ્લાદ? : 8 વર્ષના ફૂલ જેવા બાળક પર પ્લાસ્ટિકનો પાઇપ લઈ શિક્ષક તૂટી પડ્યો! બાળક સારવાર હેઠળ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">