GUJARAT : ઑમિક્રૉનના કેસોમાં વધારાને પગલે સરકાર ચિંતિત, વાયબ્રન્ટને લઈને સરકાર નવી ગાઇડલાઇન લાવશે

સરકારના આરોગ્ય વિભાગમાં મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલે tv9 સાથે કરી ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં બુસ્ટર ડોઝની પરવાનગી નથી આપવામાં આવી.  જો ગેરકાયદે રીતે કોઈ બુસ્ટર ડોઝ લેશે તો કાર્યવાહી થશે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 10:02 AM

રાજ્યમાં વધતા કોરોના અને ઑમિક્રૉનના કેસોથી સરકાર ચિંતિત થઇ છે. જેને પગલે વાઈબ્રન્ટ સમિટને લઈને સરકાર નવી ગાઈડલાઈન લાવશે. તમામ જિલ્લાની સરકારી હોસ્પિટલ સાથે એક ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝિગનેટ કરવા સૂચના આપવામાં આવી છે. એક ખાનગી હોસ્પિટલને આઈસોલેશન માટે ડેઝીગનેટેડ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ આઈસોલેશન માટે પણ માળખું ઉભુ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

સરકારના આરોગ્ય વિભાગમાં મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલે tv9 સાથે કરી ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં બુસ્ટર ડોઝની પરવાનગી નથી આપવામાં આવી.  જો ગેરકાયદે રીતે કોઈ બુસ્ટર ડોઝ લેશે તો કાર્યવાહી થશે.

ગુજરાતમાં ઑમિક્રૉનના કેસો વધ્યાં

ગુજરાતમાં ઓમિક્રૉનના ગઈકાલે 13 નવા કેસ સામે આવ્યા. વડોદરા શહેરમાં સૌથી વધુ 7 ઓમિક્રૉન દર્દી નોંધાયા. તો આણંદ જિલ્લામાં એક અને ખેડા અને અમદાવાદ શહેરમાં 2 ઓમિક્રૉનના દર્દી મળ્યાં. રાજ્યમાં ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યામાં 43 થઈ છે. જે પૈકી વડોદરા શહેરમાં સૌથી વધુ ઓમિક્રૉનના 17 દર્દી સારવાર હેઠળ છે. રાજ્યમાં ઓમિક્રૉનના 8 દર્દી સારવાર બાદ સાજા થયા છે. જેમાં જામનગર શહેરના 3, મહેસાણાના 3 અને સુરત અને ગાંધીનગરના એક-એક દર્દી સાજા થયા છે.

આ પણ વાંચો : IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટેની જુઓ કેવી હશે પ્લેયીંગ ઇલેવન, રહાણેને મોકો મળશે કે 5 બોલર અજમાવાશે?

આ પણ વાંચો : Ram charitmanas : શુદ્ધ પ્રેમમાં એટલી તાકાત હોય છે કે બ્રહ્મ સ્વયં સામે આવીને ઊભા રહે તો પણ પ્રેમ ભાન ભુલાવે છે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">