ગયા વર્ષે 32 હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે ગુજરાતે ફાળવ્યું, નવી શિક્ષણ નીતિનો ઝડપથી અમલ કરવા ગુજરાત કટિબદ્ધ : CM

આ પ્રસંગે પોતાના સંબોધનમાં (CM Bhupendra Patel) સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, " પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ શિક્ષણ સુધારા અંગે પહેલ કરી છે, નવી શિક્ષણ નીતિ આત્મનિર્ભર ભારત માટે ઉપયોગી સાબિત થશે. નવી પોલિસીના પાસાઓ ઉપર મંથન કરવા વિદેશમાંથી પણ નિષ્ણાંતો આવ્યા છે."

ગયા વર્ષે 32 હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે ગુજરાતે ફાળવ્યું, નવી શિક્ષણ નીતિનો ઝડપથી અમલ કરવા ગુજરાત કટિબદ્ધ : CM
Gujarat committed to speedy implementation of new education policy: CM
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 05, 2022 | 12:54 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય મંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં સાયન્સ સીટી (Science City )ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0) નું અનાવરણ કર્યું છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭થી પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. આ પોલીસીનો સમયગાળો તા. 10-01-2022ના રોજ પૂર્ણ થાય છે, જેથી હવે આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)ને વધુ પાંચ વર્ષ માટે એટલે કે જાન્યુઆરી, 2022 થી માર્ચ, 2027 સુધી અમલમાં મુકવામાં આવી છે.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં (CM Bhupendra Patel) સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ” પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ શિક્ષણ સુધારા અંગે પહેલ કરી છે, નવી શિક્ષણ નીતિ આત્મનિર્ભર ભારત માટે ઉપયોગી સાબિત થશે. નવી પોલિસીના પાસાઓ ઉપર મંથન કરવા વિદેશમાંથી પણ નિષ્ણાંતો આવ્યા છે. આગામી સમયમાં વાયબ્રન્ટ સમિટ યોજવા જઈ રહી છે. આ પણ એક પ્રકારે શિક્ષણ વાયબ્રન્ટ સમિટ જ છે”

આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું કે ” ડિજિટલ ઉપર ભાર મૂકી ગુડ ગવર્નન્સ મળી રહેશે. 2026માં ભારત વિશ્વનો સૌથી યુવા દેશ બનશે. ગુજરાત રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે પ્રોત્સાહન આપનાર રાજ્ય રહ્યું છે. ગયા વર્ષે 32 હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે ગુજરાતે ફાળવ્યું છે. ”

આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઉમેર્યું કે, “આજે ગુજરાતમાં 91થી વધુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઘર આંગણે જ્ઞાન આપી રહી છે. 2015થી ગુજરાતમાં મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અમલમાં છે. શિક્ષણ કંકરમાથી શંકર બનાવે છે. નવી શિક્ષણ નીતિનો ઝડપથી અમલ કરવા ગુજરાત કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ અને સંશોધનને બળ મળશે. સમરસ સમાજનું નિર્માણ થાય તે જ યોગ્ય છે.શિક્ષણ થકી જ ચરિત્રનું ઘડતર થાય છે. આ સમિટથી સમાજ નિર્માણ અને ચરિત્ર ઘડતર પણ થશે. ”

 

આ પણ વાંચો : છેલ્લા બે વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1, સાયન્સ સિટી ખાતે CMના હસ્તે ICAI-2022નું ઉદ્ધઘાટન

આ પણ વાંચો : ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને CMની મંજૂરી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati