કોઈ જ નિર્ધારીત કાર્યક્રમ વિના મુખ્યમંત્રી અચાનક પહોંચી ગયા ગાંધીનગર ડેપો એ.. અને પછી થઈ જોવા જેવી- જુઓ Video

|

Dec 30, 2024 | 8:07 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર બસ ડેપોની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. કોઈ જ નિર્ધારીત કાર્યક્રમ વિના અચાનક જ CM ને આવેલા જોઈ થોડી પળો માટે તો ડેપોના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.

મક્કમ અને મૃદુ સ્વભાવથી જાણીતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આગવા અંદાજ માટે પણ જાણીતા છે. આજે કોઈ નિર્ધારીત કાર્યક્રમ વિના CM અચાનક જ ગાંધીનગર ST બસ સ્ટેશન પહોંચી ગયા હતા. અહીં તેઓ સીધા ટિકિટ વિન્ડોની અંદર ગયા અને કોઈને કંઈપણ બોલ્યા વિના ત્યાં પડેલી ખુરશી પર બેસી ગયા. જે બાદ તેઓ ટિકિટ વિન્ડોની કામગીરીનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ટિકિટ વિન્ડોના કર્મચારીને સીએમના આગમનની જાણ થઈ હતી અને તેમણે અભિવાદન કર્યુ હતુ.

CM એ ટિકિટ વિન્ડોની કામગીરીનું કર્યુ નિરીક્ષણ

આ દરમિયાન મુખ્યમંત્રીએ ત્યાં બેઠા બેઠા કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી હતી. જે બાદ તેમણે બસ સ્ટેન્ડની સાફ સફાઈનું પણ નિરીક્ષણ કર્યુ. બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરો સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા હતા. તેમને મળતી સુવિધાઓની પણ તેમણે જાણકારી મેળવી એક પ્રકારનું ફિડબેક સીધુ મુસાફરો પાસેથી જ લીધુ હતુ.

બસ સ્ટેશન પરના મુસાફરો પાસેથી CM એ લીધુ ફીડબેક

ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાત દરમિયાન CM ની સાથે અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ પહોંચ્યા હતા અને મુસાફરો, સામાન્ય નાગરિકો તથા એસટી બસ મથકના કર્મચારીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી હતી. જો કે આ પ્રથમવાર નથી કે આ પ્રકારે સીએમ ઓચિંતા પહોંચી ગયા હોય. મુખ્યમંત્રીએ સરકારી કચેરીઓ, બસ મથકો વગેરેમાં રાજ્યના નાગરિકોને મળતી સેવા-સુવિધાઓની નિયમિતતા અને ગુણવત્તા ચકાસવા માટે અવાર-નવાર ઓચિંતી મૂલાકાતનો ઉપક્રમ અપનાવ્યો છે.

Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:01 pm, Mon, 30 December 24

Next Article