Gandhinagar : ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને રાજ્યમાં વધતી ગુનાખોરી અંગે આજે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા, જુઓ Video
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે. ખ્યાતી કાંડ બાદ કેબિનેટમાં પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે લીધેલા પગલા સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી છે.
ચિંતન શિબિર અંગે થશે ચર્ચા
વડોદરા અને અમદાવાદમાં થયેલી હત્યા બાદ તેમજ રાજ્યમાં વધતી ગુનાખોરી અંગે પણ કેબિનેટમાં ચર્ચા થશે. મગફળીના ટેકાના ભાવે ખરીદી તથા ખાતરના જથ્થાની અછત અંગે સમિક્ષા કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે પણ મંથન કરવામાં આવશે.આગામી ત્રણ દિવસ યોજાનારી ચિંતન શિબિર બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યની ચિંતન શિબિર સોમનાથ ખાતે યોજાવવાની છે.