AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઉત્તરાયણના પર્વ પર જીવદયા સહિતની સંસ્થા કરશે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર, 150 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર

વર્ષ 2020માં ઉતરાયણ પર્વના ત્રણ દિવસમાં 2000 જ્યારે 2021માં ઉત્તરાયણ પર્વના ત્રણ દિવસમાં 2000 થી  વધુ કેસ નોંધાયા હતા. તો ચાલુ વર્ષે ચાલુ મહિનામાં પક્ષીઓ ઘાયલ થયાના 800 કોલ નોંધાઇ ચુક્યા છે. જે ચિંતાનો વિષય છે.

Ahmedabad: ઉત્તરાયણના પર્વ પર જીવદયા સહિતની સંસ્થા કરશે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર, 150 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર
Darshal Raval
| Edited By: | Updated on: Jan 14, 2022 | 10:23 AM
Share

ઉત્તરાયણનો પર્વ મનુષ્યો માટે ભલે પતંગ ઉડાવવાનો અને મજા માણવાનો દિવસ હોય પરંતુ ઉત્તરાયણ દિવસ આકાશમાં વિહરતા પક્ષીઓ (Birds) માટે સજાનો દિવસ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના દિવસે દોરીના કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ (Ahmedabad)ની જીવદયા સંસ્થા (Jeevadaya Trust) દ્વારા પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. પક્ષીઓ માટે ડૉક્ટરથી લઈને ઓપરેશન ટેબલ અને icu એરિયા ઉભો કરાયો છે.

ઉત્તરાયણ પર્વ આવતા આકાશમાં કાપ્યો છે લપેટની ગુંજો સંભળાતી હોય છે. જે ગુંજ વચ્ચે અબોલ પશુ પક્ષીઓ પતંગની દોરીમાં ગૂંચવાઈ જતા હોય છે. જેમાંથી કેટલાક ઘાયલ તો કેટલાક મોતને ભેટતા હોય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર જાગૃતિ અભિયાન ચલાવતી હોય છે. સાથે જ ખાનગી સંસ્થા અને એનજીઓ પણ આ કાર્યમાં જોડાતી હોય છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદના આંબાવાડી વિસ્તારના પાંજરાપોળમાં આવેલા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પશુ પક્ષીઓને તરત સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે.

150 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર રહેશે

આ વર્ષે ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયા સંસ્થામાં ઓપરેશન થિયેટર અને ટેબલ સહિત વ્યવસ્થા ઉભી કરાઇ છે. દર વર્ષે બાળકોના ઇન્ટરેક્શન માટે વિશેષ એરિયા રાખવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાને કારણે ઇન્ટરેક્શન એરિયા રદ કરી તેના સ્થળે અબોલ પશુ પક્ષીઓ માટે ઓપરેશન થિયેટર સહિત સારવાર અંગેની સુવિધા ઉભી કરાઈ છે. જેમાં 150 ઉપર ડોકટર સહિત સ્ટાફ ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી કામે લગાવ્યા છે.

દર વર્ષે ઘાયલ પક્ષીઓની સંખ્યામાં પધારો થતો જોવા મળતો હોય છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સંસ્થામાં ઓપરેશન ટેબલ સાથે ડોકટર્સ અને વોલેન્ટીયર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જો અત્યાર સુધીમાં જાન્યુઆરી માસમાં દોરીના કારણે ઇજાગ્રસ્ત થયેલી પક્ષીઓની વાત કરીએ તો..

વર્ષ 2015 થી 2021ના જાન્યુઆરી મહિનામાં ઘાયલ પશુ પક્ષીઓના આંકડા

વર્ષ 2015માં 2808, વર્ષ 2016માં  3173, વર્ષ 2017માં 3252, વર્ષ 2018માં 3149, વર્ષ 2019માં 4200, વર્ષ 2020માં 4100, વર્ષ 2021માં  3300 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાનું નોંધાયુ છે.

વર્ષ 2020માં ઉતરાયણ પર્વના ત્રણ દિવસમાં 2000 જ્યારે 2021માં ઉત્તરાયણ પર્વના ત્રણ દિવસમાં 2000 થી  વધુ કેસ નોંધાયા હતા. તો ચાલુ વર્ષે ચાલુ મહિનામાં પક્ષીઓ ઘાયલ થયાના 800 કોલ નોંધાઇ ચુક્યા છે. જે ચિંતાનો વિષય છે.

વર્ષ 2015 થી 2021 દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓની સંખ્યા અને મોતના આંકડામાં વધારો જોવા મળ્યો. જેમાં 82 ટકા જ પશુ-પક્ષીને બચાવી શકાયા છે. અને આ તો માત્ર જીવદયા સંસ્થાનો જ આંકડો છે. બાકીની સંસ્થા અને સરકારી આંકડા જોવા જઇએ તો આ આંકડા ખૂબ મોટી ચિંતાનો વિષય કહી શકાય. કેમ કે જીવદયા સંસ્થા સાથે ફાયર બ્રિગેડ, કરુણા અભિયાન સહિત 40થી વધુ સંસ્થા અબોલ પશુ પક્ષીઓને બચાવવાનું કામ કરે છે. તેમાં પણ દર વર્ષે સૌથી વધુ કબૂતર અને સમડી ઘાયલ થતા હોવાનું નોંધાય છે.

જીવદયા સંસ્થા સાથે શહેરમાં 40થી વધુ સંસ્થા અબોલ પશુ-પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ માટે કામ કરે છે. જે સંસ્થા દ્વારા શહેરીજનોમાં પશુ પક્ષી ઘાયલ ન થાય અને જો ઘાયલ થાય તો ત્યારે તેને કઈ રીતે સારવાર આપવી તેની જાગૃતિ લાવવા હેલ્પ લાઇન નંબરની પણ જાહેરાત કરાઈ છે.

હેલ્પ લાઈન નંબર

સરકારી કરુણા હેલ્પ લાઈન નંબર- 1962 ફાયર બ્રિગેડ નંબર – 101 ઇમરજન્સી નંબર – 108 જીવદયા સંસ્થા નંબર- 9924419194

આ નંબર પર કોલ કરવાથી અબોલ પશુ- પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી શકશે. ઉત્તરાયણના પર્વ પર આપણી મજાના કારણે પશુ-પક્ષીઓને સજા ભોગવવી પડે છે. ત્યારે આ સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. જેથી ઘાયલ પશુ-પક્ષીઓનો આંકડો ઘટાડી શકાય. ત્યારે જ ખરા અર્થમાં ઉતરાયણ પર્વની ઉજવણી થઈ તેમ કહેવાશે.

આ પણ વાંચોઃ ગુજરાત : હવામાન વિભાગે બે દિવસ માટે ‘કોલ્ડ ડે’ જાહેર કર્યું, લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 11 હજાર 176 કેસ નોંધાયા, 5ના મોત

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">