Valsad: વહીવટી તંત્રના જિલ્લાની સરહદ પર ચેકિંગના તમામ દાવા પોકળ, કંઈક અલગ વાસ્તવિકતા મળી જોવા
વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો રાફડો ફાટેલો છે. આરોગ્ય તંત્રનો દાવો છે કે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ કામનો દેખાડો કરીને જ પોતાની પીઠ થાબડવાનું કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ (Corona case) તીવ્ર ગતિથી વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના અને ઓમિક્રોનના કેસ (Omicron case) મોટી સંખ્યામાં વધી રહ્યા છે. જેને લઈને વલસાડ જિલ્લાના બોર્ડર પરથી આવતા લોકોની તપાસ કરવાનો તંત્રએ દાવો કર્યો હતો. જો કે TV9ની ટીમે સરહદની ચેક પોસ્ટની મુલાકાત લેતા આ દાવો ખોટો હોય તેવુ જણાયુ હતુ.
વલસાડ જિલ્લો એ મહારાષ્ટ્રની નજીક છે. તેથી મહારાષ્ટ્રથી આવનારા લોકો આ જિલ્લામાં થઈને ગુજરાતમાં પ્રવેશ કરે છે. આરોગ્ય તંત્ર દ્વારા ગુજરાતમાં કોરોનાના કેસ મહારાષ્ટ્રમાંથી આવતા લોકોને કારણે વધુ ન વધે તે માટે સાવચેતીના તમામ પગલા લેવાતા હોવાનો દાવો કરાયો હતો. જો કે TV 9ની ટીમ દ્વારા વલસાડના સરહદી વિસ્તારની મુલાકાત લેતા દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળ્યુ.
વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો રાફડો ફાટેલો છે. આરોગ્ય તંત્રનો દાવો છે કે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ કામનો દેખાડો કરીને જ પોતાની પીઠ થાબડવાનું કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે.
જિલ્લાના તમામ પ્રવેશદ્વાર પર આરોગ્યની ટીમ તૈનાત છે. તંત્રનો દાવો છે કે ગુજરાતમાં આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરનો દાવો છે કે મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પ્રવાસીઓનું સ્ક્રિનિંગ, ચેકિંગ અને વૅક્સીનના બંને ડોઝ લીધા છે કે નહીં તે ચેક કરવામાં આવે છે.
TV9ની ટીમની મુલાકાત દરમિયાન વાસ્તવિક્તા કંઈક જુદી જ જોવા મળી. રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 પર ચેકિંગના તમામ દાવા પોકળ સાબિત થયા છે. કોઈ પ્રવાસીઓનું વ્યવસ્થિત ચેકિંગ કે સ્ક્રિનિંગ ન થતુ હોવાનું સામે આવ્યુ છે. વાહનો ચેકિંગ વીના જ પસાર થઈ રહ્યા હોવાનું જોવા મળ્યુ.
આ પણ વાંચોઃ Ahmedabad: BRTS બસમાં બેસવા જતા જ દરવાજો થઈ ગયો બંધ, મહિલાનો જીવ માંડ માંડ બચ્યો, જુઓ વીડિયો