ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે યોજાઇ શકે છે શપથવિધિ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે બપોર બાદ શપથવિધિ યોજાય તેવી શક્યતા છે .

ગુજરાત(Gujarat) ના સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની આજે બપોર બાદ શપથવિધિ યોજાઇ તેવી શક્યતા છે . જેમાં તમામ ધારાસભ્યો બુધવારે 11 વાગે સુધી ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ હવે સૌ કોઈની નજર પ્રધાનમંડળ પર છે. સૌ કોઈ એ જાણવા આતુર છે કે કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે. ધારાસભ્યોને  15 સપ્ટેમ્બર સવારે  11 વાગે  સુધી ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવાઈ છે.

રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના માટેની ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. નવા પ્રધાનમંડળની રચના માટે રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવે ભાજપ નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરી છે. ભુપેન્દ્ર યાદવે સવારથી જ રાજ્યના પૂર્વ પ્રધાનો તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી.

આ સાથે જ તેમણે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ બેઠક કરી. આ બેઠકમાં નવા પ્રધાનમંડળના સંભવિત નામો અંગે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યનું નવું પ્રધાનમંડળ કેવું હશે અને કોનો કોનો સમાવેશ કરવામાં આવશે એ અંગે પણ આ બેઠકમાં સૂચક ચર્ચા કરવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં નવા પ્રધાનમંડળની રચનાની જવાબદારી રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. આ અંગેની બેઠક મોડીરાત્રે એનેક્ષી ખાતે યોજાઇ હતી. જેમાં અમિત શાહ અને બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ભુપેન્દ્ર યાદવ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્લી રવાના થયા હતા.

આ પણ  વાંચો : NARMADA : સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી અભિભૂત થયા મુંબઈ સ્થિત અમેરિકી દુતાવાસના કોન્સ્યુઅલ જનરલ ડેવિડ રેન્ઝ

આ પણ વાંચો : Gir Somnath : ભારે વરસાદના પગલે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, યુવાનોની પાણીમાં જોખમી છલાંગ

Click on your DTH Provider to Add TV9 Gujarati