NARMADA : સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી અભિભૂત થયા મુંબઈ સ્થિત અમેરિકી દુતાવાસના કોન્સ્યુઅલ જનરલ ડેવિડ રેન્ઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ ડેવિડ જે રેન્ઝેવેલી ઓફ ફલાવર્સની મુલાકાત લઈ વિવિધ પ્રકારના ફૂલ નિહાળી પ્રફુલ્લિત થયા હતાં. તેઓ જ્યાં કુદરતી સૌંદર્ય દેખાય ત્યાં તસ્વીર કે સેલ્ફી લેવાનું ચૂકતા નહોતા.
NARMADA : રવિવારથી ગુજરાતની મુલાકાતે આવેલા મુંબઇ સ્થિત અમેરિકી દૂતાવાસના કોન્સ્યુઅલ જનરલ ડેવિડ જે રેન્ઝ (David Ranz)એ મંગળવારે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લીધા તમામ પ્રકલ્પોને અદભુત ગણાવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સરદાર પટેલની દેશની આઝાદીમાં રહેલી ભૂમિકા અને સરદાર પટેલના જીવનથી રૂબરૂ થયા બાદ તેઓ સરદારની પ્રતિભાથી અભિભૂત થયા હતા.
14 સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યાના અરસામાં કેવડીયા પહોંચેલા ડેવિડ જે રેન્ઝે સર્કિટ હાઉસ ખાતે પોતાના સ્ટાફ પાસેથી કેવડિયા વિશેની માહિતી લીધા બાદ મહિલાઓ દ્વારા જ સંચાલિત ઇ ઓટો રીક્ષામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રસ્થાન કર્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે SOU ના સ્ટાફ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ એરિયાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઈઝ,ડિઝાઇન,કેટલા સમયમાં બનાવવામાં આવ્યું તે તમામ બાબતોથી અવગત થયા , ડેવિડ રેન્ઝે 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી – સરદારની પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો માણ્યા બાદ વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી અભિભૂત થયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અને સરદાર પટેલે દેશની આઝાદી તથા રજવાડાઓને એક કરવા કરેલ પરિશ્રમ અને ભૂમિકાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ દ્વારા તેઓને માહિતગાર કરવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદશિર્ત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે ડેવિડ.જે.રેન્ઝને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.
નિલેશ દુબેએ Tv9 ને જણાવ્યું કે ડેવિડ.જે.રેન્ઝને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે જેટલી જોવાલાયક જગ્યાઓ છે તે તમામ જગ્યાઓ પર લઈ જવામાં આવ્યા હતા. સરદાર પટેલના જીવન ચરિત્ર,સ્વતંત્રતા પહેલા ભારતનો નકશો કેવો હતો અને હાલનો નકશો કેવી રીતે બન્યો તેના ઇતિહાસથી માહિતગાર કર્યા હતા. ડેવિડ જે રેન્ઝે પોતાના સંદેશામાં જણાવ્યું હતુંકે હું આ જગ્યા પર આવીને ખુબજ કૃતજ્ઞ થયો છું. સરદાર પટેલ વિશે જે માહિતી નહોતી એવી માહિતી પણ મળી,સરદાર પટેલે દેશને એકત્ર કરવા જે ફાળો આપ્યો છે એ ભૂલી શકાય એમ નથી.
વિશ્વના સર્વોચ્યું સ્ટેચ્યુ પૈકીના એક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને સરેચ્યું ઓફ યુનિટી બંને માંથી સર્વશ્રેષ્ઠ કયું તેવા પ્રશ્નના ઉત્તરમાં ડેવિડ જે રેન્ઝ જણાવ્યું હતું હું ન્યુયોર્ક નો છું એટલે સ્વભાવિક છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી શ્રેષ્ઠ છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અદ્ભૂત છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ ડેવિડ જે રેન્ઝેવેલી ઓફ ફલાવર્સની મુલાકાત લઈ વિવિધ પ્રકારના ફૂલ નિહાળી પ્રફુલ્લિત થયા હતાં. તેઓ જ્યાં કુદરતી સૌંદર્ય દેખાય ત્યાં તસ્વીર કે સેલ્ફી લેવાનું ચૂકતા નહોતા.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની મુલાકાત લઈ ડેવિડ રેન્ઝે નર્મદા ડેમના નિર્માણથી લઇને કેવી રીતે ક્યાં ક્યાં પાણી પહોંચાડવામાં આવે છે તેનાથી રૂબરૂ થાય હતા. સરદાર સરોવર નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર અશોક ગજ્જરે ડેમ નિર્માણથી લઇ રાજ્યભરમાં પાણી પહોંચાડવા માટે નર્મદા કેનાલ આધારિત ઉભી કરાયેલી સિંચાઈ સુવિધા અંગે વિગતવાર વાત કરી હતી.
ડેમ ની મુલાકાત બાદ ડેવિડ રેન્ઝે કેક્ટસ ગાર્ડન અને એકતા નર્સરીની મુલાકાત લઈ અહીં તીખી ચટણી સાથે થેપલા,ગોટાનો નાસ્તો અને જાસૂદ ની ચ્હાની લિજ્જત માણી હતી.ડેવિડ રેન્ઝે કેક્ટસ ગાર્ડન ઉપરાંત એકતા નર્સરીની મુલાકાતમાં બામ્બુ ક્રાફ્ટ,આર્ગેનિક કુંડા, હાઈડ્રોપોનિક હેન્ડીક્રાફ્ટ, ટ્રાયબલ હટમા પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રીની પણ માહિતી મેળવી હતી.
એકતા નર્સરી સહિત વિવિધ પ્રવાસન પોઇન્ટ પર કેવડિયા સ્વસહાય જૂથ ની મહિલાઓ પ્રવાસીઓની સુવિધા અને મદદ માટે કાર્યરત છે. આ મહિલાઓ સાથે ડેવિડ રેન્જ એ તસવીરો લઈ તેઓને કેપ આપી અભિવાદન કર્યું હતું. કેવડિયાને પ્રદુષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અહીં ઇલેક્ટ્રિક વહિકલને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરૂપે સ્થાનિક તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક ઓટો રીક્ષા શરૂ કરવામાં આવી છે,આ રીક્ષા મહિલાઓ દ્વારાજ ચલાવવામાં આવે છે અને ડેવિડ રેન્જ આવીજ ઇલેક્ટ્રિક ઓટો રીક્ષા માં કેવડિયા ની મજા માણી હતી.
પોતાની મુલાકાતના અંતે ઇ-રીક્ષા ડ્રાઈવર મિત્તલ બેન તડવીએ તેઓને મુસાફરી કરાવી તે બદલ આભાર માન્યો હતો અને સમગ્ર પ્રવાસ રોમાંચિત અને અદભુત રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.