AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022 : મોરબીમાં કોળી સમાજની મહત્વની બેઠક મળી, રાજકીય પક્ષોમાં દ્વારા થતાં અન્યાય બાબતે ચર્ચા

કોળી સમાજના અગ્રણી દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે પડેલા ફાંટા બાદ કોળી સમાજ પ્રથમ બેઠક મળી હતી. જેમાં ટિકિટમાં રાજકીય પક્ષોમાં દ્વારા થતાં અન્યાય બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કોળી સમાજના જાણીતા ચહેરાઓની 2022માં ટિકિટ ન કાપવા બાબતે સમીક્ષા પણ કરવામાં આવી હતી.

Gujarat Assembly Election 2022 : મોરબીમાં કોળી સમાજની મહત્વની બેઠક મળી, રાજકીય પક્ષોમાં દ્વારા થતાં અન્યાય બાબતે ચર્ચા
MorbI Koli Community Meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 7:22 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ જાતિવાદનું રાજકારણ પણ રંગ પકડી રહ્યું છે . જેમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ(Koli Community)મેદાને આવ્યો છે. કોળી સમાજ પણ રાજકારણમાં પોતાનું મહત્ત્વ દર્શાવવા માટે કટીબદ્ધ બન્યો છે.જેના ભાગરૂપે મોરબીમાં (Morbi)કોળી સમાજની મહત્વની બેઠક મળી હતી..જો કે આ બેઠકને લઈને કોળી સમાજમાં જ ખેંચતાણ જોવા મળી હતી.કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા જ ગેરહાજર રહ્યા હતા.મળતી માહિતી પ્રમાણે કુંવરજી બાવળિયાને જ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.કુંવરજી બાવળિયાએ કહ્યું કે, સમાજમાં લડાઈ જેવું કશું નથી.હું જસદણ પંથકના કાર્યક્રમમાં વ્યસ્ત છું મને પણ સંમેલન અંગે મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે.

રાજકીય પક્ષોમાં દ્વારા થતાં અન્યાય બાબતે ચર્ચા

જો કે કોળી સમાજના અગ્રણી દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે પડેલા ફાંટા બાદ કોળી સમાજ પ્રથમ બેઠક મળી હતી. જેમાં ટિકિટમાં રાજકીય પક્ષોમાં દ્વારા થતાં અન્યાય બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કોળી સમાજના જાણીતા ચહેરાઓની 2022માં ટિકિટ ન કાપવા બાબતે સમીક્ષા પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં 20 થી વધુ બેઠકો પર કોળી વોટનું પ્રભુત્વ છે.

આ પણ વાંચો : Gujarat માં આ વર્ષે RTE હેઠળ 70,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, આ તારીખથી કરી શકાશે અરજી

આ પણ વાંચો : Sabarkantha: સુરત, અમદાવાદ થી લઇને દિલ્હી-મુંબઇના બજારમાં ફુલાવર ઠાલવતા ખેડૂતોની હાલત અપોષણક્ષમ ભાવોથી કફોડી

g clip-path="url(#clip0_868_265)">