ગુજરાતમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી, ગુરુવારથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમની શરૂઆત
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Paatil ) સમગ્ર રાજ્યના 43 જિલ્લાઓમાં વન ડે વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાના છે. તેમના આ પ્રવાસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે તેમજ હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોને મળીને તેમના આશીર્વાદ ગ્રહણ કરશે.
ગુજરાતમાં(Gujarat) ભાજપે(BJP) વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો(CR Paatil) વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ આવતી કાલથી શરૂ થશે. જેમાં તેઓ દરેક જિલ્લામાં ડોક્ટર, વકીલ, સાધુસંતો, ઉદ્યોગપતિ, શ્રમિકો તેમજ ગંગાસ્વરૂપા બહેનો સાથે સંવાદ કરશે.આ ઉપરાંત દરેક જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. આવતીકાલે તાપીના વ્યારાથી તેઓ આ અભિયાનનો શુભારંભ કરશે. આ કાર્યક્રમથી ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વધુમાં વધુ લોકો સાથે સંપર્ક થઈ શકે તે માટે ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું છે.
આ અંગે સુરતમાં પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યના 43 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાના છે. તેમના આ પ્રવાસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે તેમજ હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોને મળીને તેમના આશીર્વાદ ગ્રહણ કરશે.પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ ગુરુવારથી તાપી જિલ્લાના વ્યારા ખાતેથી તેમના ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમનો પ્રારંભ કરશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યા છે તેજ રીતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ દેશભરમાં સતત પ્રવાસ દ્વારા સંગઠનનું સશક્તિકરણ કરી રહ્યા છે.આજે બીજેપીએ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.દેવોને દુર્લભ એવા કાર્યકર્તાઓના કારણે પક્ષ આ સ્થાન પર પહોંચ્યું છે
આ પણ વાંચો : સુરત પોલીસનું ‘NO Drugs in Surat city’ કેમ્પેઇન, 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો
આ પણ વાંચો : ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે : CM
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો