સી.આર.પાટીલે જૈન સમુદાય પર ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની ટિપ્પણીની નિંદા કરી
તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાએ જૈન સમાજ વિરૂદ્ધ કરેલી ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પણ મહુઆ મોઇત્રાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને મહુઆ મૌઈત્રા માફી માગે તેવી માગણી કરી છે.
તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાએ(Mahua Moitra) જૈન(Jain) સમાજ વિરૂદ્ધ કરેલી ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે(CR Paatil) પણ મહુઆ મોઇત્રાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને મહુઆ મૌઈત્રા માફી માગે તેવી માગણી કરી છે. જ્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આ મહુઆ મોઇત્રાની નબળી માનસિકતા દર્શાવે છે.તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, મોઇત્રાએ જૈન સમાજની માફી માગવી જોઇએ..આ તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ મહુઆ મોઈત્રાના નિવેદનની આકરી ટીકા કરી.બીજી તરફ જૈન સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.સુરતમાં TMC સાંસદ મુહવા મોઇત્રાનું પૂતળા દહન કરી વિરોધ દર્શાવ્યો..તો સુરેન્દ્રનગર જિલ્લાના જૈન સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાએ લોકસભામાં કહ્યું હતું કે તમે એ ભારતથી ડરો છો જ્યાં જૈન સમાજના યુવાનો ઘરેથી છૂપાઈને અમદાવાદના રોડ પર એક રેકડી પર કબાબ ખાય છે. મહુઆની આ ટિપ્પણી બાદ જૈન સમાજમાં ગુસ્સો ફૂટી નીકળ્યો છે. તો આ મામલે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ વિરોધ કર્યો અને કહ્યું કે ધર્મ મામલે આવું નિવેદન ન કરવું જોઇએ. જ્યારે જૈન સમાજે પણ રોષ વ્યક્ત કર્યો છે. તેમજ જૈન સમાજે સાંસદને જાહેરમાં માફી માંગવા માટે માંગ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની જૈન સમાજ પર અભદ્ર ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ પણ સવાલો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો : Mahesana: જમીનમાંથી આવતા લાલ પાણીનું રહસ્ય, પોલ્યુશન વિભાગ પણ નથી શોધી શક્યું કારણ
આ પણ વાંચો : Ahmedabad : સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડા નવા વિવાદમાં સપડાયા
