Gujarat Assembly Election 2022 : વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ એક્શન મોડમાં , કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી પૂર્વે ગુજરાત ઘમરોળશે 

ગુજરાતમાં(Gujarat Assembly Election 2022) 2022ની વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ(BJP) એક્શન મોડમાં છે.જેમાં પીએમ મોદી(PM Modi)  અને ગૃહ મંત્રી અમિત શાહની વધતી ગુજરાત મુલાકાતની સાથે હવે કેન્દ્રીય મંત્રીઓ પણ 2022ની ચૂંટણી પૂર્વે ગુજરાત ઘમરોળશે. જેમાં આગામી 15 દિવસમાં કેન્દ્રિયમંત્રીઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 5:23 PM

ગુજરાતમાં(Gujarat Assembly Election 2022) 2022ની વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ(BJP) એક્શન મોડમાં છે.જેમાં પીએમ મોદી(PM Modi)  અને ગૃહ મંત્રી અમિત શાહની વધતી ગુજરાત મુલાકાતની સાથે હવે કેન્દ્રીય મંત્રીઓ પણ 2022ની ચૂંટણી પૂર્વે ગુજરાત ઘમરોળશે. જેમાં આગામી 15 દિવસમાં કેન્દ્રિયમંત્રીઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિયમંત્રી કૃષ્ણપાલ ગુર્જર પ્રવાસે આવશે. આ ઉપરાંત કેન્દ્રિયમંત્રી મહેન્દ્ર મુજપરા કોળી સમુદાય વિસ્તારમાં પ્રવાસ કરશે, કેન્દ્રિયમંત્રી મુંજપરા તળાજા અને ભાવનગર ગ્રામીણમાં પ્રવાસ કરશે.

સ્મૃતિ ઇરાની વધુ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે

આ ઉપરાંત મહિલા વોટબેંકને અંકે કરવા આગામી દિવસોમાં સ્મૃતિ ઇરાની વધુ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. તેમજ આવતીકાલે કેન્દ્રિયમંત્રી મીનાક્ષી લેખી ગુજરાત પ્રવાસે છે. જેમાં મીનાક્ષી લેખી તાપી, વ્યારા અને નિઝરમાં પ્રવાસ કરશે. જ્યારે કેન્દ્રીયમંત્રી બી.એલ.વર્મા મધ્ય ગુજરાતનો પ્રવાસ કરશે. તેમજ બી.એલ.વર્મા મહેમદાવાદ અને મહુધા વિધાનસભાનો પ્રવાસ કરશે.

ભુપેન્દ્ર યાદવ 7 ઓક્ટોબરે સાવરકુંડલા અને રાજુલા વિધાનસભાનો પ્રવાસ કરશે

જયારે કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી વીરેન્દ્રસિંહ કલોલ વિધાનસભાનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે. તેમજ મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની 7 ઓક્ટોબરે પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નિરજન જ્યોતિ 7 ઓક્ટોબરે વિરમગામ અને ધોળકા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય સંરક્ષણ અને પર્યટન મંત્રી અજય ભટ્ટ 7 ઓક્ટોબરે મોડાસા વિધાનસભાનો પ્રવાસ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ 7 ઓક્ટોબરે સાવરકુંડલા અને રાજુલા વિધાનસભાનો પ્રવાસ કરશે. જ્યારે કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ મહુવા વિધાનસભા બેઠકનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">