AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજયમાં વિજયાદશમીની ઉત્સાહભેર ઉજવણી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોનું પૂજન કર્યું

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સુરક્ષા જવાનો સાથે મળીને શસ્ત્રોનું પૂજન કર્યું.

રાજયમાં વિજયાદશમીની ઉત્સાહભેર ઉજવણી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોનું પૂજન કર્યું
CM Bhupendra Patel performed shastra pooja
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 1:32 PM
Share

અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીની (Dussehra) ગુજરાતમાં (Gujarat) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સુરક્ષા જવાનો સાથે મળીને શસ્ત્રોનું પૂજન કર્યું. શસ્ત્રોનું પૂજન બાદ સુરક્ષા કર્મીઓને (Gujarat Police) દશેરાની શુભેચ્છાઓ પાઠવી.

દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે. આજે વિજયાદશમીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું. તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.

શસ્ત્ર પૂજામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર

અમદાવાદ અને વડોદરામાં પણ પોલીસ કમિશનરે (Police Commissioner) પોલીસ હેડક્વાર્ટર ખાતે આધુનિક હથિયારોની પૂજા કરી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજા કરી. તો જામનગરમાં રાજપૂત સમાજે પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરી. આ તરફ રાજકોટમાં પણ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના પોલીસ અધિકારીઓએ શસ્ત્ર પૂજન કર્યું. શસ્ત્ર પૂજા સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">