AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ત્રણ ઓગસ્ટથી GTUની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ,વિદ્યાર્થીઓને 400 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

જીટીયુ દ્વારા આ વખતે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની તક ના આપતા વિદ્યાર્થીઓને પોતાના રહેઠાણ કે કોલેજથી દૂરના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેથી વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

Ahmedabad: ત્રણ ઓગસ્ટથી GTUની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ,વિદ્યાર્થીઓને 400 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
GTU exams to begin on Aug 3; students disappointed over getting distant exam centres|
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:56 AM
Share

ત્રણ ઓગસ્ટથી GTUની (Gujarat Technological University) ઓફલાઇન પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.પરંતુ પરીક્ષામાં જીટીયુએ વિદ્યાર્થીઓને દૂર-દૂર પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.હાલોલના વિદ્યાર્થીઓને 400 કિલોમીટર દૂર ભુજ અને પાલનપુરમાં પરીક્ષા કેન્દ્ર (Exam Center) ફાળવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,જીટીયુએ આ વખતે વિદ્યાર્થીઓને (Student) પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની તક ના આપતા વિદ્યાર્થીઓને પોતાના રહેઠાણ કે કોલેજથી દૂરના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.કોરોનાને કારણે હજુ સુધી હોસ્ટેલો (Hostel) શરૂ થઈ નથી ત્યારે હાલ વિદ્યાર્થીઓએ સહન કરવાનો વારો આવ્યો છે.ત્રણ ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષામાં અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે આ અંગે GTUના કુલપતિએ બચાવ કરતા જણાવ્યું કે, “વિદ્યાર્થીઓને ગેરસમજ થઇ છે,અમે વિદ્યાર્થીઓને કોલેજની નજીકમાં જ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરી છે.”

આ પણ વાંચો: Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર,691 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

આ પણ વાંચો:Surat: મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સરકારી પ્રોપર્ટીને નુકશાન કરનાર સભ્ય પાસે જ ખર્ચ વસૂલવા શાસકોની તૈયારી

g clip-path="url(#clip0_868_265)">