AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સરકારી પ્રોપર્ટીને નુકશાન કરનાર સભ્ય પાસે જ ખર્ચ વસૂલવા શાસકોની તૈયારી

સુરત મનપાની સામાન્ય સભામાં થતા હંગામાને રોકવા પ્રયાસ, તોડફોડનો ખર્ચ હવે જે તે કોર્પોરેટર પાસે જ વસૂલવા વિચારણા

Surat: મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સરકારી પ્રોપર્ટીને નુકશાન કરનાર સભ્ય પાસે જ ખર્ચ વસૂલવા શાસકોની તૈયારી
Surat: In the general meeting of the corporation, the rulers are ready to recover the expenses only from the member who damaged the government property.
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:22 AM
Share

Surat: હવે સુરત મહાનગરપાલિકામાં(surat municipal corporation) હંગામો મચાવીને પાલિકાની પ્રોપર્ટીને નુકશાન કરનારાઓની ખેર નથી. કારણ કે પાલિકાની પ્રોપર્ટીને નુકશાન કરનાર સભ્યો સામે પગલાં લેવા શાસકો તૈયારી કરી રહ્યા છે.

અત્યારસુધી કોઈપણ વિપક્ષ દ્વારા વિરોધ માત્ર શાબ્દિક જ રહ્યો છે. પરંતુ પહેલીવાર વિપક્ષમાં બેસેલી આમ આદમી પાર્ટી દ્વારા ઘણીવાર કરવામાં આવેલો ઉગ્ર વિરોધ તેની ચરમસીમા વટાવી ગયો છે. સામાન્ય સભા(general board) હોય કે થોડા મહિના પહેલા જ પાલિકા કચેરી ખાતે થયેલી શિક્ષણ સમિતિની ચૂંટણી. આમ આદમી પાર્ટી દ્વારા પોતાની તરફેણમાં વાત ન થતા પાલિકા કચેરી પર ભારે હંગામો પણ કરવામાં આવ્યો હતો.

આ શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના(aam aadmi party) કોર્પોરેટરો દ્વારા સભાખંડની અંદર 13 જેટલા માઈક તોડી નાંખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સભાખંડના મુખ્ય દરવાજાનો પણ કાચ તોડી નાંખવાની સાથે ટેબલો પણ ઊંધા વાળી દેવામાં આવ્યા હતા.

બુધવારે પણ સુરત મનપાની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં આપના કોર્પોરેટરની સુધારાની દરખાસ્ત આવી હતી. જેને લઈને વિવાદ થતા આપના કોર્પોરેટર કનુ ગેડિયાને મેયરે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષ આપ દ્વારા સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સભામાંથી વોક આઉટ કરવાની સાથે સાથે આપના કોર્પોરેટરોએ સભાખંડમાં મુકવામાં આવેલા 3 માઈકની અંદર પાણી નાંખી દેતા માઈક ખરાબ થઈ ગયા હતા.

આમ આગામી દિવસોમાં આપના કોર્પોરેટર દ્વારા જો વધુ કોઈ તોડફોડ કરવામાં આવે અને સરકારી પ્રોપર્ટીને નુકશાન કરવામાં આવે તો જે તે કોર્પોરેટર પાસે જ તેનો ખર્ચ વસૂલવા શાસકો વિચારી રહ્યા છે. આ માટે શાસકો મનપાના લો ઓફિસરની સલાહ લઈ મનપાની પ્રોપર્ટીને જો નુકશાન કરવામાં આવે તો કયા પ્રકારના પગલાં લેવાયતેની તૈયારી શરૂ કરી દેવાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">