Gandhinagar Video: ગુજરાત બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર ઉપલબ્ધ, પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા

Gandhinagar Video: ગુજરાત બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર ઉપલબ્ધ, પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા

| Edited By: | Updated on: Mar 03, 2024 | 10:57 AM

11 માર્ચથી શરૂ થનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સજ્જ બન્યું છે. બોર્ડ દ્વારા પરીક્ષાને લઇને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

11 માર્ચથી શરૂ થનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સજ્જ બન્યું છે. બોર્ડ દ્વારા પરીક્ષાને લઇને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના કુલ 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 9.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે અને આ પરીક્ષા માટે રાજ્યમાં 981 કેન્દ્રો નક્કી કરાયા છે.

આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યમાંથી 4.89 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમની પરીક્ષા માટે રાજ્યમાં 506 કેન્દ્ર નક્કી કરાયા છે. બોર્ડના ડેપ્યુટી ચેરમેન ડી.એસ. પટેલે જણાવ્યું કે પરીક્ષાને લઇને તમામ જિલ્લાના કલેક્ટર સાથે બેઠક થઇ છે. આ સાથે જ વહીવટી સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી દેવાઇ છે. બોર્ડની પરીક્ષામાં અનેક લોકો પેપરલીકની ખોટી માહિતી ફેલાવતા હોય છે. ત્યારે આવી અફવા ફેલાવનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો