GPSCમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતીનો પહેલો તબક્કો પૂર્ણ, હવે બીજા તબક્કાની પ્રક્રિયા ચાલુ

GPSCમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતીનો પહેલો તબક્કો પૂર્ણ, હવે બીજા તબક્કાની પ્રક્રિયા ચાલુ

| Updated on: Nov 29, 2025 | 8:52 PM

GPSC દ્વારા આજે વિવિધ 67 જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેર કરાયેલી લગભગ 50 જાહેરાતની ભરતીનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે,

GPSC મુજબ ટૂંક સમયમાં તમામ નવી ભરતીની સત્તાવાર જાહેરાત પણ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં દિવ્યાંગો માટે કુલ 111 જાહેરાતો બહાર પાડવામાં આવી છે, જેમાંથી 57 જાહેરાતોની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બાકીની તમામ જાહેરાતો પ્રથમ તબક્કાની ભરતી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

GPSC દ્વારા વિવિધ 67 જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેર કરાયેલી લગભગ 50 જાહેરાતનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે, જ્યારે ખાલી રહેલી જગ્યાઓ માટે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારો 13 ડિસેમ્બર સુધી ભરતી ફોર્મ ભરી શકશે, જ્યારે ફી ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી રહેશે.

નવી ભરતી પ્રક્રિયા શરૂ થતા રાજ્યભરના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો