સરકારી નોકરીના નામે ₹ 68 લાખની ઠગાઈ ! FCI ડિરેક્ટર બની યુવકોને ફસાવનાર ઝડપાયો

| Edited By: | Updated on: Jun 03, 2026 | 9:10 PM

પંચમહાલના હાલોલના કંજરી ગામના એક શખ્સે પોતાને FCI નો ગુજરાત ડાયરેક્ટર ગણાવીને સરકારી નોકરીની લાલચે લાખો રૂપિયા પડાવ્યા હતા. પોલીસે નકલી નિમણૂક પત્રો સાથે આરોપીની ધરપકડ કરી છે.

પંચમહાલ જિલ્લાના હાલોલના કંજરી ગામના ભરત પરમાર નામના શખ્સે સરકારી નોકરી વાંચ્છુકોને નિશાન બનાવી મોટી ઠગાઈ આચરી છે. આરોપીએ પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) નો ગુજરાત ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે રેલવે, IOC અને ONGC જેવી સરકારી સંસ્થાઓમાં નોકરી અપાવવાની લાલચ આપી પંચમહાલ, દાહોદ અને વડોદરાના 7 યુવાનો પાસેથી કુલ 68 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનોની ફરિયાદના આધારે પોલીસે સપાટો બોલાવી આરોપી ભરત પરમારની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગોધરાની એક દુકાનમાંથી ગુનામાં વપરાયેલું CPU અને નકલી નિમણૂક પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર) પણ જપ્ત કર્યા છે.

પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ, TMC ના 50 ધારાસભ્યો અને 12 સાંસદો બળવાના મૂડમાં

Follow Us