ડેમની સેફ્ટી અંગે સરકાર એક્શનમાં, જૂના ડેમને પ્રાથમિકતા આપીને કરાશે સમારકામ
મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ટીમે ડેમોની ચકાસણી પૂર્ણ કરી છે, રાજ્ય સરકાર દ્વારા કામગીરી ચાલી રહી છે. રાજ્યના તમામ ડેમનું જરૂરિયાત મુજબ સમારકામ કરવામાં આવશે. તેમાં પણ જૂના ડેમને પ્રાથમિકતા આપીને સમારકામની કામગીરી કરવામાં આવશે.
દાંતીવાડા ડેમમાં સર્જાયેલી ખરાબીને કારણે ડેમની સલામતી સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ડેમ સેફ્ટી એક્ટની અમલવારી અંગે સરકાર એક્શનમાં આવી છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી કમિટી દ્વારા ગુજરાતના ડેમની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે, જે ગત વર્ષે અધૂરી રહી ગઈ હતી.
આ પણ વાંચો ગુજરાતમાં આફત બાદ પાક નુકસાનના સર્વેની કામગીરી શરુ, જલ્દી જ ચુકવાશે ખેડૂતોને સહાય, જુઓ વીડિયો
વધુમાં મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ટીમે ડેમોની ચકાસણી પૂર્ણ કરી છે, રાજ્ય સરકાર દ્વારા કામગીરી ચાલી રહી છે. રાજ્યના તમામ ડેમનું જરૂરિયાત મુજબ સમારકામ કરવામાં આવશે. તેમાં પણ જૂના ડેમને પ્રાથમિકતા આપીને સમારકામની કામગીરી કરવામાં આવશે.
