સાત નદીઓનો જ્યાં સંગમ થાય છે તે વૌઠાની કરમની કઠણાઈ, સ્નાન તો દુર અંદર હાથ નાખવાની ચીતરી ચઢી જાય, જુઓ વીડિયો
અમદાવાદ: રાજ્યભરમાંથી અને આસપાસના રાજ્યના લોકો પણ વૌઠાના મેળામાં સારી ઔલાદના પશુઓ ખરીદવા અને વેચવા માટે આવે છે. આ ભાતીગળ મેળો સાત નદીઓના સંગમના સ્નાન માટે પણ જાણીતો છે. હજારો લોકો અહીં સ્નાન માટે આવે છે જો કે પ્રાણી પ્રથમ દૃષ્ટિએ એટલુ પ્રદૂષિત જોવા મળ્યુ કે સ્નાન તો શું હાથ નાખવાની પણ ઈચ્છઆ ન થાય.
ગુજરાતના મેળા વિશ્વ પ્રસિદ્ધ છે, તેમાં કોઈ બેમત નથી. દરેક મેળામાં કંઈક ને કંઈક અલગ બાબત છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના વૌઠા ગામે યોજાતા મેળાની મુલાકાત લેવા દેશ-વિદેશથી લોકો પહોંચે છે. પૌરાણિક મહત્વ ધરાવતા મેળામાં આકર્ષણ હોય છે સજી-ધજીને આવતા ગદર્ભ અને સાત નદીઓના સંગમ વખતે અહીં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. પરંતુ જ્યાં પાણી જોઈને અંદર હાથ પગ ધોવાની પણ ઈચ્છા ન થાય ત્યાં કોઈ સ્નાન કેવી રીતે કરી શકે ?
સપ્ત નદીઓમાં સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કરવા બરાબર મહિમા
ગુજરાતના કચ્છ-કાઠીયાવાડના વિવિધ ગામના લોકો અને રાજસ્થાનથી લોકો આ મેળામાં ભાગ લેવા આવે છે. આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં પાંચ હજારથી છ હજાર ગદર્ભના સોદા કરવામાં આવતા તો એક યુગમાં કિંમતી ગણાતાં ઊંટની લે વેચ પણ આ મેળામાં કરવામાં આવતી. સતત પાંચ દિવસ સુધી ચાલનારા સુપ્રસિદ્ધ એવા વૌઠાનો મેળો શરૂ થઇ ગયો છે. અગિયારશથી શરૂ થતો આ મેળો સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીના સપ્તનદી સંગમ સ્થાન ઉપર ભરાય છે. તેનું પૌરાણિક મહત્વ પણ છે. માનવામાં આવે છે કે આ સ્થાન ઉપર સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કર્યા બરોબરનું મહત્વ ધરાવે છે.. પરંતુ આ પાણી કેવું છે તે પહેલા આપને બતાવીએ.
સાબરમતી નદીમાં લાકડાનો જોખમી પુલ ઉભો કરાયો
લોકો એ વિચારી અહીં આવે છે કે પવિત્ર સ્નાન કરીશું. અને ભકિત, શ્રદ્ધા અને ભાવનાના ધાર્મિક ત્રિવેણી સંગમમાં ભાગ લઇ ધન્યતા અનુભવીશું પરંતુ આ પાણી જોઇને સવાલ થાય કે આ પાણીમાં કોણ નાહવાનું પસંદ કરે. લોકો સ્વચ્છ પાણીમાં સ્નાન કરી શકે તે માટે પંચાયત દ્વારા સાબરમતી નદીમાં લાકડાનો જોખમી પુલ ઉભો કરવામાં આવ્યો છે. જેથી લોકો પુલ પરથી પસાર થઇ વાત્રક નદીમાં સ્નાન કરી શકે.
પાણીમાં પ્રદૂષણ હોવાથી કામચલાઉ ધોરણે પુલ બનાવ્યો- સરપંચ
વૌઠા ગામના સરપંચે પણ સ્વીકાર્યું કે પાણીમાં પ્રદુષણ હોવાથી આ પુલ બનાવ્યો છે. જો કે સાત લાખ લોકો આવવાના હોવાથી અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરી વ્યવસ્થાના ભાગરૂપે પીવાનું પાણી, લાઇટ, સાફ-સફાઇ, શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વાત્રક નદીમાં લોકો સ્નાન કરી શકે તે માટે હંગામી પૂલ બનાવ્યો હોવાનું તેમણે કહ્યું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
