Gir Somnath: તાલાલામાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત, એક મહિલા અને એક યુવકનો ગયો જીવ-Video
Gir Somnath: ગીર સોમનાથના તાલાલામાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત થયા છે. ગાભા ગામના યુવકને ઘરમાં જ હાર્ટ એટેક આવતા તેનુ મોત નિપજ્યુ છે. જ્યારે તાલાલાની એક મહિલાને કપડા ધોતા સમયે હાર્ટ એટેક આવતા તેનુ મોત થયપ છે. એક જ તાલુકામાં હાર્ટ એટેકથી 2 લોકોના મોતથી ગામમાં ફફડાટ ફેલાયો છે. નાની ઉંમરના લોકોના હાર્ટ એટેકના બનાવો વધતા ચિંતાનું મોજુ ફેલાયુ છે.
Gir Somnath: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો વધતો હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે ગીરસોમનાથના તાલાલામાંથી જીવલેણ હાર્ટ એટેકથી વધુ 2 લોકોના જીવ ગયા. પ્રથમ ગાભા ગામની વાત કરીએ તો, એક યુવાન જ્યારે તેના ઘરમાં હતો. તે દરમિયાન જ અચાનક હાર્ટ એટેક આવી જતા મોત થયું. મૃતક યુવક 26 વર્ષીય નિકુંજ પરમાર હોવાનું સામે આવ્યું છે.
આ તરફ તાલાલામાં જ વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમા તાલાલાના જેબુનબેન નામના મહિલા જ્યારે હિરણ નદીમાં કપડાં ધોવા ગયા હતા તે સમયે અચાનક હાર્ટ એટેકથી ઢળી પડતા મોત નીપજ્યું છે. નવરાત્રિ દરમિયાન છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં 15 જેટલા લોકોનું હાર્ટ એટકથી મોત થયું છે. જે ખૂબ ચિંતાજનક બાબત છે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
આ પણ વાંચો: Gir Somnath : ખિલાવડ ગામે પીરની દરગાહ પર સિંહના આંટાફેરા – જુઓ Video
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
