Bhavnagar: દશેરાના તહેવાર પહેલા આરોગ્ય વિભાગનો સપાટો, 100 પૈકી એક દુકાનમાંથી સેમ્પલ લઈ સંતોષ માનતુ ફુડ વિભાગ- Video
Bhavnagar: રાજ્યભરમાં દશેરાના તહેવાર પહેલા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે. ભાવનગર, ગોંડલ, સુરતમાં ફાફડા, જલેબી, ફરસાણ, ખાણી-પાણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમા ભાવનગરમાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. આરોગ્ય વિભાગે માત્ર એક દુકાનમાંથી સેમ્પલ લેતા સવાલ ઉઠી રહ્યા છે. 100 પૈકી એક જ દુકાનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે અન્ય દુકાનોની ખાદ્ય સામગ્રીના ટેસ્ટિંગનું શું ?
Bhavnagar: દશેરાની પૂર્વ સંધ્યાએ ભાવનગરમાં આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી અને માત્ર એક જ દુકાનમાંથી સેમ્પલ લઇને સંતોષ માન્યો. જ્યાં 100થી વધુ દુકાનો આવેલી હોય ત્યાં માત્ર એક જ દુકાનમાં કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ સવાલ સર્જાય. એક દુકાનમાં હાથ ધરાયેલા કાર્યવાહીમાં આરોગ્ય વિભાગે ફાફડા, જલેબી, ચોળાફળી અને ગાંઠીયા નમૂના લેબ ટેસ્ટિંગમાં મોકલ્યા. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ તમામ નમૂનાનો રિપોર્ટ મહિના પછી આવશે. એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવો ઘાટ સર્જાશે. અર્થાત શહેરીજનો ખોરાક આરોગી ગયા બાદ રિપોર્ટ આવે તેનો શું અર્થ. હવે આવી સ્થિતિમાં અહીં સવાલ એ સર્જાય કે આરોગ્ય વિભાગને ખરેખર નાગરિકોના આરોગ્યની ચિંતા છે કે પછી દેખાડો કરવામાં રસ છે. સ્થિતિ આપની નજર સમક્ષ છે, હવે આપે જ નક્કી કરવાનું છે કે તમારૂ આરોગ્ય કેવી રીતે સ્વસ્થ્ય રહી શકે.
આ પણ વાંચો: Amreli: વડિયા બસ સ્ટેશનમાં એસટી તંત્રના વાંકે અંધારામાં મુસાફરો બસની રાહ જોવા મજબુર- જુઓ Video
આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ભાવનગરમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હતો. રવાપરી રોડ પર પનીરના કારખાનામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જેમા ભેળસેળયુક્ત પનીર મળી આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. તપાસમાં પનીરમાં દૂધના બદલે આઈસ્ક્રીમ પાવડર અને વનસ્પતિ તેલનો ઉપયોગ પનીર બનાવવામાં થતો હોવાનું સામે આવ્યું છે
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
