ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ માછીમારોને જરૂરી સહાય અને વળતર આપવાનું આશ્વાસન આપ્યું

ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા નવાબંદરના પ્રભાવિત બંદર ની મુલાકાત લીધી હતી. તેમજ સરકારદ્વારા તમામ જરૂરી સહાય કરવાની માછીમારોને નવા બંદર ખાતે ખાતરી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 7:23 AM

ગુજરાતના(Gujarat) ગીર સોમનાથના(Gir Somnath)નવાબંદર વિસ્તારમાં ભારે પવનના કારણે લાપતા માછીમારો( Fisherman) અને વ્યવસાયને થયેલા નુકસાન સહિતની જાત માહિતી મેળવવા ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ(Rajesh Chudasma) નવાબંદર ખાતે મુલાકાત લઇ માછીમારોને આશ્વાસન આપ્યું હતું.

જેમાં ગીર સોમનાથ નવાબંદરમાં બુધવારે આવેલા ભારે પવન અને તોફાનના કારણે 30 થી વધુ બોટો કિનારા પર અથડાય અને નુકસાન પામી છે. સાથે ૧૨ થી ૧૫ બોટો દરિયામાં નુકસાન પામી છે તો કેટલીકે જળ સમાધિ પણ લીધી છે, ત્યારે ૧૨ થી ૧૫ જેટલા માછીમારો દરિયામાં લાપતા બન્યા હતા. જે પૈકીના ચાર જેટલા માછીમારોને બચાવી લેવાયા છે તો બે માછીમારોના ગુરુવાર રાત્રે મૃતદેહો મળી આવ્યા છે. હજુ સાત જેટલા માછીમારો લાપતા હોય જેની શોધ હેલિકોપ્ટરો દ્રારા મરીન પોલીસ વગેરે ચલાવી રહ્યા છે.

ત્યારે શુક્રવારે ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા નવાબંદરના પ્રભાવિત બંદર ની મુલાકાત લીધી હતી ક્રેઇન દ્વારા જે જે બોટો તૂટી પડી છે તેમને કિનારા પર ચડાવવાનું અને અન્ય રાહત કામગીરી સાથે લાપતા માછીમારોની શોધખોળની કામગીરી સાંસદે જાતે નિહાળી હતી, તેમજ મુખ્યમંત્રી તેમજ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અને સરકાર દ્વારા તમામ જરૂરી સહાય કરવાની માછીમારોને નવા બંદર ખાતે ખાતરી આપી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, સીએમએ ઓનલાઈન કરેલા બ્રિજનું ફરી લોકાર્પણ કર્યું

આ પણ વાંચો : ખેડૂત આંદોલન સંઘર્ષથી ઉકેલ તરફ આગળ વધી રહ્યું છે, શું આજે અન્નદાતાઓનો વિરોધ સમાપ્ત થશે?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">