Gir Somnath: સોમનાથ મંદિરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પૂજા અર્ચના કરી, કહ્યું કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાશે, જુઓ Video
અંબાજી બાદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યું અને કહ્યું આગામી સમયમાં સોમનાથમાં શિવ કથાનું આયોજન કરાશે અને કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાશે.
Gir somnath: બાબા બાગેશ્વર (Baba Bageshwar) જ્યારે હાલ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે અંબાજી બાદ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ દાદાને શીશ ઝુકાવ્યું. બાબાએ પૂજા અર્ચના કરીને મહાદેવને પાઘ ચડાવી હતી. દાદાના દર્શન કર્યા બાદ બાબાએ કહ્યું, ગુજરાત ભક્તિની ભૂમી છે. આગામી સમયમાં કિર્તીદાન ગઢવીના સહયોગથી સોમનાથમાં શિવ કથાનું આયોજન કરવામાં આવશે. જે કેન્સર હોસ્પિટલના લાભાર્થે થશે. વધુમાં કહ્યું, ભગવાન રામની યાત્રા પર પથ્થર ફેંકવાના ત્યારે બંધ થશે જયારે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે.
આ પણ વાંચો : ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસ- સાંસદ રાજેશ ચુડાસમાના પિતાએ આગોતરા જામીન માટે કરી અરજી, 1 જૂને થશે સુનાવણી
સોમનાથ મંદિર ખાતે મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા બાબા બાગેશ્વરને મંદિરમાં આવકારવામાં આવ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતાં. પૂજારીઓ દ્વારા ચંદન તિલક કરવામાં આવ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં પૂજનનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવની ધજા પૂજા અને પાઘ પૂજા કર્યા હતા.
સનાતન ધર્મમાં શૌર્ય અને ત્યાગનું પ્રતીક ગણાતી કેસરિયા રંગની પાઘ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવને પૂજનમાં અર્પણ કરી હતી. જે દરમયના સોમનાથ ખાતેથી તેમણે નિવેદન આપ્યું હતું કે અહી કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવશે. ભવ્ય દરબારનું આયોજન કરાશે જે કેન્સર હોસ્પિટલના લાભાર્થે યોજાશે.
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો