Jamnagar : જી.જી હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગમાં સર્જાયો વિવાદ, પ્રોફેસર સામે નોંધાઈ જાતીય સતામણીની ફરિયાદ, જુઓ Video
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના દાવો પોકળ ગયા હોય તેવી ઘટના ફરી એક સામે આવી છે. જામનગરના સરકારી જી.જી હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગમાં વિવાદ સર્જાયો છે. પ્રોફેસર ડો.દીપક રાવલ સામે જાતીય સતામણીની લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે.

ડીન સહિતના લોકો ડૉ. રાવલને છાવરી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. વિભાગીય વડાએ પણ અનેક રજૂઆત કરી છતાં પગલા ન લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાધ્યાપક અને વડા એનેસ્થેસિયા વિભાગને પણ ફરિયાદની નકલ મોકલાઈ છે. ટેલિફોનિક ચર્ચામાં ડીને આવી કોઈ ફરિયાદ ન આવી હોવાનો દાવો કર્યો છે.
બોટાદમાં નોંધાઈ હતી સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ
બીજી તરફ આ અગાઉ બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.અભ્યાસ માટે જતી સગીરાની પાછળ પડી આરોપી સગીરાને હેરાન કરતો હતો.સગીરાને ધાક – ધમકી આપી તેના સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ હતુ. સમગ્ર ઘટનાની જાણ સગીરાના પિતાને થતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.