Surat Video: હાર્ટ એટેકની ઘટનાઓ વધતા ગરબા આયોજકોની અનોખી તૈયારી, ગરબાના આયોજન સ્થળે ICU એમ્બ્યુલન્સ તહેનાત રહેશે
ગરબા પહેલા ગુજરાતમાં ગરબાની (Garba) પ્રેક્ટિસ કરી રહેલા યુવકોના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરતના ગરબા આયોજકો પણ રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં વધતી હાર્ટ એટેકની (Heart attack) ઘટનાને લઇ સતર્ક બન્યાં છે.ત્યારે આરોગ્યને લઇને સુરતમાં ગરબાને લઇને ખાસ તૈયારીઓ કરાઇ છે.
Surat : નવરાત્રીને (Navratri) હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રિનો થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગરબા પહેલા ગુજરાતમાં ગરબાની (Garba) પ્રેક્ટિસ કરી રહેલા યુવકોના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરતના ગરબા આયોજકો પણ રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં વધતી હાર્ટ એટેકની (Heart attack) ઘટનાને લઈ સતર્ક બન્યા છે. ત્યારે આરોગ્યને લઈને સુરતમાં ગરબાને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે.
હાર્ટ એટેકના કિસ્સામાં ખેલૈયાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગરબા આયોજકોએ તૈયારી શરૂ કરી છે. ગરબાના આયોજન સ્થળે આરોગ્યને લઈ સુવિધા ઉભી કરવામાં આવશે. આયોજન સ્થળે 8 તબીબોની ટીમ તહેનાત રહેશે. એટલું જ નહીં એક ICU એમ્બ્યુલન્સ અને એક એક્સ્ટ્રા એમ્બ્યુલન્સ તહેનાત રહેશે. સાથે સાથે સુગર, બીપીના દર્દીઓ માટે ફ્રીમાં દવાનું વિતરણ પણ કરાશે.
મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા પલસાણાના બગુમરા ગામે આમલી ફળિયામાં મિત્રો સાથે 21 વર્ષીય યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. તેથી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.તે પહેલા રાજકોટમાં એક જ દિવસમાં 3 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા હતા. રાજકોટના રૈયા રોડના 26 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું, તો કોઠારીયા રોડ પર 40 વર્ષિય યુવકનો હાર્ટ એટકથી જીવ ગયો હતો. તો કાલાવડ રોડ વિસ્તારનો યુવક પણ હાર્ટ એટેકનો શિકાર બન્યો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
