Ganesh Mahotsav 2022: અમેરિકાના ન્યૂજર્સીમાં ગુજરાતીઓએ રંગેચંગે ઉજવ્યો ગણેશ મહોત્સવ, જુઓ વીડિયો
કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ અનુસાર ગુજરાતીઓએ પણ ધામધૂમથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરીને ગુલાલની છોળો ઉડાડી હતી. તેમજ પારંપરિક વસ્ત્રોમાં ભારતીય તેમજ ગુજરાતી સમુદાયના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સહીત આખા દેશમાં હાલ ગણેશોત્સવની (Ganesh Chaturthi 2022) ભવ્ય ઉજવણી થઈ રહી છે, અને લોકો વિધ્નહર્તાની ભક્તિમાં રત થયા છે ત્યારે વિદેશી ધરતી પર પણ શ્રીજીના રંગેચંગે વધામણા થાય છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓએ પણ ગણેશ આરાધનાના (Ganesh Mahotsav) પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી છે. અમેરિકાના (USA) ન્યૂજર્સીમાં (New jersey ) આવેલ નુવાર્ક એવન્યુને ઈન્ડિયન સ્ટ્રીટ તરીકે ઓળખવામાં આવે છે. નુવાર્ક એવન્યુને ભારતીયોના તમામ તહેવારોનું એપીસેન્ટર પણ કહેવાય છે. અમેરિકમાં ભારતીય તહેવારોના એપી સેન્ટર એવા ત્યાં નુવાર્ક એવન્યુ ખાતે ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગણેશ સ્થાપન બાદ, ભારતીય પંરપરા અનુસાર ગણેશ વિસર્જનનો કાર્યક્રમ પણ એટલી જ આસ્થા સાથે ઉજવવામાં આવ્યો હતો.
છેલ્લા 10 વર્ષથી ક્રાઈસ્ટ હોસ્પિટલના મેડિસીન વિભાગના ચેરમેન અને ન્યૂજર્સી ફિજિશિયન એસોસિયેશનના ટ્રેઝરર ડોકટર જયેશ પટેલ, વરિષ્ઠ પત્રકાર હર્ષદ પટેલ, સુરેશભાઈ મુખી, રાજુભાઈ રાડિયા, અરવિંદ રાજભોગ, પ્રજ્ઞેશ પટેલ, હિરેન પટેલ, ભાવેશ પટેલ, ડેની પટેલ, નવરંગ બ્રહ્મભટ્ટ, બલી પટેલ અને આશિષ પટેલ દ્વારા વર્ષોથી ઉલ્લાસપુર્વક ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ધામધુમથી ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના ખાસ કરીને અમેરિકા વસેલા ગુજરાતીલોકો જોડાયા હતા.
કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ અનુસાર અમેરિકામાં વસતા ગુજરાતીઓએ પણ ધામધૂમથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરીને ગુલાલની છોળો ઉડાડી હતી. તેમજ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ ભારતીય તેમજ ગુજરાતી સમુદાયના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.