Gandhinagar: મેયરની સોસાયટીમાં UGVCLએ કરી કાર્યવાહી, આકરી ગરમીમાં સોસાયટીના 430 જેટલા મકાનના લાઈટ કનેક્શન કપાયા

ગાંધીનગરના મેયરની સોસાયટીમાં UGVCLએ વીજકાપની કાર્યવાહી કરી હતી. નવાઇની વાત તો એ છે કે, ગાંધીનગરના મેયરના ઘરનું લાઇટ કનેકશન કાપી નાખવાનો હાઇકોર્ટે (High Court of Gujarat) UGVCLને આદેશ કર્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 11, 2022 | 8:06 PM

Gandhinagar: ગાંધીનગરના મેયરની સોસાયટીમાં UGVCLએ વીજકાપની કાર્યવાહી કરી હતી. નવાઇની વાત તો એ છે કે, ગાંધીનગરના મેયરના ઘરનું લાઇટ કનેકશન કાપી નાખવાનો હાઇકોર્ટે (High Court of Gujarat) UGVCLને આદેશ કર્યો હતો. ગાંધીનગરના મેયર (Mayor of Gandhinagar) હિતેશ મકવાણા જે સોસાયટીમાં રહે છે તે સોસાયટી પાસે ફાયર એનઓસી નથી. જેથી વીજ કનેકશન કાપવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે. કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહીના ભાગરૂપે જે સોસાયટીમાં મેયરનું ઘર છે તે જ શ્યામ શુકન સોસાયટીના 430 મકાનોનું લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. એટલે કે મેયરના ઘરમાં પણ વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે જ્યારે મેયરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ સોસાયટીમાં તેમનું પોતાનું મકાન છે, જ્યાં તેઓ પરિવાર સાથે રહે છે. તેમણે કહ્યું કે, બે દિવસ તેમનો પરિવાર પણ લાઈટ વિના ચલાવી લેશે પરંતુ ફાયર NOCના અભાવે કોઈ દુર્ઘટના થાય અને કોઈનો જીવ જાય તે ચલાવી શકાય નહીં.

CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલની અધ્યક્ષતામાં 15 અને 16મેએ ભાજપની ચિંતન શિબિર

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં લાગ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આગામી 15 અને 16મેએ ભાજપના ટોચના પદાધિકારીઓની ચિંતન શિબિર મળશે. જેમાં ભાજપની કોર કમિટી અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના મહામંત્રી અને સંગઠનના ટોચના આગેવાનો સહિત 40 નેતા ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati