ગાંધીનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પસાર, 2022-23નું 512 કરોડનુ બજેટ મંજુર થયુ

8 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મનપામાં સમાવેશ કરાયો છે. ત્યારે બજેટમાં આ ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 2:05 PM

31 જાન્યુઆરી સોમવારે ગાંધીનગર કોર્પોરેશન (Gandhinagar Corporation)નું વર્ષ 2022-23નું 512 કરોડનુ બજેટ (Budget) મંજુર થયુ છે. ગાંધીનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જે બાદ સ્થાયી સમિતિ દ્વારા તેનો અભ્યાસ કરીને જરૂરી સુધારા-વધારા સુચવી 512 કરોડનુ બજેટ મંજુર થયુ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના આ વખતના બજેટ પર સૌ નગરજનોની ખાસ મીટ મંડાયેલી હતી. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનના વિસ્તાર વધતાં હવે બજેટનું કદ પણ વધ્યુ છે. ગત નાણાકીય વર્ષમાં 360.94 કરોડનું બજેટ સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાયું હતું. ત્યારે આ વખતે ગાંધીનગર મનપાનું બજેટ 500 કરોડથી ઉપરનું બજેટ મંજુર કરાયુ છે. આ વર્ષે સ્થાયી સમિતિ દ્વારા બજેટને લઈને નાગરિકોના સૂચનો મગાવાયા હતા. જેના આધારે સ્થાયિ સમિતિએ જરૂર જણાય ત્યાં બજેટમાં ફેરફાર કર્યો છે. આ વખતના બજેટની ખાસ વાત એ રહી કે ગાંધીનગરની પ્રજા પર નવો કોઇ બોજો કે કરવેરો નહીં આવે તે પ્રમાણે બજેટ રજુ કરવામાં આવ્યુ છે.

પ્રથમવખત સંપૂર્ણ બહુમતી સાથે કોર્પોરેશનમાં બેઠેલા ભાજપના 41 કોર્પોરેટર્સ છે. ત્યારે દરેક કોર્પોરેટર્સને ન્યાય આપવો સ્થાયી સમિતિ માટે પણ અઘરુ બની ગયુ હતુ. આમ છતા બહુમતીના જોરે ગાંધીનગર કોર્પોરેશનનું વર્ષ 2022-23નું 512 કરોડનુ બજેટ મંજુર થઇ ગયુ છે.

મહત્વનું છે કે આ વખતનું બજેટ સૌથી અલગ રહ્યુ. કારણકે આ વર્ષે 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે. ત્યારે આ બજેટમાં આ તમામ ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તફાવત ના રહે એવુ બજેટ રજુ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-

Junagadh: ખાનગી લેબોરેટરીમાં આગ લાગતા કનેરિયા હોસ્પિટલમાં પહોંચ્યો ધુમાડો, 10 દર્દીઓનું કરાયુ રેસ્ક્યૂ

આ પણ વાંચો-

Winter 2022: કાતિલ ઠંડીમાંથી ગુજરાતવાસીઓને મળશે રાહત, રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">