Winter 2022: કાતિલ ઠંડીમાંથી ગુજરાતવાસીઓને મળશે રાહત, રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી

રવિવારે સૂકા ઠંડા પવનોની અસરથી અમદાવાદમાં 8.8 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 9:54 AM

Winter 2022: છેલ્લા થોડા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ કર્યા બાદ હવે ગુજરાતવાસીઓને ઠંડી (Cold) માંથી થોડી રાહત મળશે. આજથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી છે. રવિવારે સૂકા ઠંડા પવનોની અસરથી અમદાવાદ (Ahmedabad)માં 8.8 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.

રાજ્યના પાંચ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો હતો. રાજ્યમાં 6.3 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર હતું. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધીને 31.1 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી ગગડીને 8.8 ડિગ્રી નોંધાયું હતું. ગત 24 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 10 વર્ષ બાદ સૌથી નીચુ 6.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ત્યારબાદ રવિવારે શિયાળાની સિઝનમાં અમદાવાદમાં ઠંડીનો પારો બીજીવાર ગગડીને 8.8 ડિગ્રી પહોંચ્યો હતો. બપોર પછી ગરમીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં વધારો થતાં ઠંડી ક્રમશ: ઘટશે.

કોલ્ડ વેવની અસરો ઘટતાં છેલ્લાં બે દિવસથી રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. પરંતુ રવિવારે મોડી રાતથી શરૂ થયેલા સૂકા ઠંડા પવનોની અસરથી રાજ્યના 5 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જ્યારે અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 11થી 14 ડિગ્રી વચ્ચે નોંધાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. આગામી અઠવાડિયામાં રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો- કુવાડવામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ચોરી કરનાર ‘સોપારી ચોર’ ઝડપાયા, જાણો કોણ છે આ સોપારી ચોર

આ પણ વાંચો- Ahmedabad : પીરાણામાં ઇમામશાહ દરગાહ પાસે દિવાલ બનાવવાનો વિવાદ વકર્યો, પોલીસે બંદોબસ્ત ગોઠવાયો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">