ગાંધીનગરમાં ભાજપ ઘેરાયું ! “1 લાખ નોકરીઓ અને મફત મુસાફરીના વચનો ક્યાં ગયા?” કોંગ્રેસે BJP ની દુખતી નસ દબાવી – જુઓ Video
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે 'ભાજપ સરકાર' પર અનેક વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓને 1 લાખ નોકરી, યુવાનોને રોજગારી અને 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મફત બસ મુસાફરી જેવા વચનો કાગળ પર રહી ગયાનું કોંગ્રેસનું કહેવું છે. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ચૂંટણીલક્ષી રાજકારણ ગણાવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસે જણાવ્યું કે, ભાજપે 1 લાખ મહિલાઓને નોકરી આપવાનું વચન આપ્યું હતું પરંતુ છેલ્લા ચાર વર્ષના શાસનમાં આ વચન પૂરું થયું નથી.
કોંગ્રેસે ‘ભાજપ’ પર આકરા પ્રહારો કર્યા
આવી જ રીતે, 1 લાખ યુવાનોને રોજગારી આપવાની જાહેરાત અને 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મફત બસ મુસાફરીનું વચન પણ અધૂરું રહ્યું છે. કોંગ્રેસના મતે, ભાજપ સરકારે પ્રજાને લાભોથી વંચિત રાખી છે અને ખોટા વચનો આપી જુઠાણાં ફેલાવ્યા છે.
ભાજપે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
બીજી તરફ, ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ પોતાની રાજકીય ફેક ફેક્ટરી શરૂ કરે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.
ભાજપે ભારપૂર્વક કહ્યું કે, કોંગ્રેસને ગાંધીનગર કે ગુજરાતમાં થઈ રહેલો વિકાસ દેખાતો નથી. આ આરોપ-પ્રત્યારોપ વચ્ચે ગાંધીનગરની ચૂંટણીનું વાતાવરણ વધુ તંગ બન્યું છે.
