Gandhinagar :ગામડીવાલા મિલ્ક પ્રોસેસરમાંથી ભેળસેળવાળુ દૂધ પકડાયુ, 5 હજાર લીટરનો જથ્થો નાશ કરાયો, જુઓ Video

|

Feb 22, 2024 | 10:30 AM

ગાંધીનગરમાં ગામડીવાલા મિલ્ક પ્રોસેસરમાં ભેળસેળવાળુ દૂધ પકડાયુ છે. ગાંધીનગર કોર્પોરેશન અને SOGની ટીમે રેડ કરીને શંકાસ્પદ દૂધ અને દૂધની બનાવટના કુલ 11 નમુના લીધા છે. સાથે જ 5 હજાર લીટર જથ્થાનો નાશ કર્યો છે.

ગાંધીનગરમાં ગામડીવાલા મિલ્ક પ્રોસેસરમાંથી 83 હજાર રુપિયાની કિંમતના શંકાસ્પદ ચીઝ અને પનીરનો 307 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ભેળસેળવાળા દૂધના કૂલ 5 હજાર લીટર જથ્થો નાશ કરવામાં આવ્યો છે. જેની કિંમત 2.50 લાખ રુપિયા જેટલી થાય છે. આ સ્થળેથી દૂધમાં પ્રતિબંધિત માલ્ટોડેક્ષટ્રીન પાઉડરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે.

આ પણ વાંચો- ભરૂચ લોકસભા ચૂંટણી પહેલા ઘમાસાણ : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ, જુઓ વીડિયો

સ્થળ પરથી માલ્ટોડેક્ષટ્રીન પાઉડરની 9 ખાલી બેગ તથા1 ભરેલી બેગ મળી આવી છે. જેનાથી દૂધમાં ભેળસેળ થતી હોવાનું અનુમાન છે.જેના પગલે દૂધની બનાવટના 11 જેટલા નમુના પણ લેવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(with input-Ravindra Bhadoria)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video