Gandhinagar: લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની ભાજપની કવાયત, દિલ્હીની બેઠકમાં રજૂ કરાશે નામ

|

Feb 28, 2024 | 2:08 PM

મોડી રાત સુધી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી.જેમાં નિરિક્ષકોને સાંભળવામાં આવ્યા. ગાંધીનગર લોકસભાની બાદ કરતા તમામ લોકસભા વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ 22 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.

લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો પસંદગીની કવાયત અંતિમ ચરણમાં છે. ગુજરાતમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. દિલ્હીની બેઠકમાં આ નામ પર ચર્ચા થશે.

મોડી રાત સુધી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી.જેમાં નિરિક્ષકોને સાંભળવામાં આવ્યા. ગાંધીનગર લોકસભાની બાદ કરતા તમામ લોકસભા વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ 22 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.ગઇકાની બેઠકમાં આ તમામ નામો પર ચર્ચા કરવામાં આવી હતી. જે પછી વહેલી સવારે ચૂંટણી સમિતિની બેઠક પણ યોજાઇ. આ બેઠકમાં એક લોકસભાદીઠ ત્રણ લોકોની બનાવેલી પેનલ હાજર રહી અને ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા.

નક્કી કરાયેલા તમામ નામ આજે દિલ્હીમાં મળનારી બેઠકમાં રાખવામાં આવશે.દિલ્હી જવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર રવાના થઇ ગયા છે. આવતીકાલે રાષ્ટ્રીય ભાજપ ચૂંટણી સમિતિની ચૂંટણી સમિતિની દિલ્હીમાં જે બેઠક યોજાવાની છે,તેમાં આ ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video